આ ભાઈએ સ્પષ્ટતા કરવી પડે છે, હું જેફરી એપ્સટીન નથી

22 March, 2026 11:53 AM IST  |  Florida | Gujarati Mid-day Correspondent

લોકો વારંવાર તેમને આ સવાલ પૂછતા હોવાથી ભાઈએ સોશ્યલ મીડિયામાં જાહેર કર્યું છે કે ‘હું જેફરી એપ્સટિન નથી.’

આ છે એ ભાઈ

અમેરિકાના ફ્લૉરિડામાં રહેતા એક ભાઈને વારંવાર લોકોને સ્પષ્ટતા આપવી પડે છે કે તેઓ યૌનશોષણ માટે કુખ્યાત જેફરી એપ્સટિન નથી. થોડા સમય પહેલાં કોઈ યુટ્યુબરે તેમનો વિડિયો પોસ્ટ કરીને લખ્યું હતું કે ‘જેફરી એપ્સટિન જીવે છે.’ આ ક્લિપ વાઇરલ થઈ જતાં લોકોને હવે આ ભાઈના ચહેરામાં એપ્સટિન જેવું સામ્ય લાગે છે. લોકો વારંવાર તેમને આ સવાલ પૂછતા હોવાથી ભાઈએ સોશ્યલ મીડિયામાં જાહેર કર્યું છે કે ‘હું જેફરી એપ્સટિન નથી.’

offbeat news international news world news jeffrey epstein united states of america florida youtube