29 December, 2025 11:54 AM IST | China | Gujarati Mid-day Correspondent
બૅડ્મિન્ટન રમી શકે એવો રોબો
બૅડ્મિન્ટનની રમતમાં ચીનના ખેલાડીઓ આજે પણ અવ્વલ ગણાય છે. જોકે એક રોબો કંપનીએ માણસોની જગ્યાએ બૅડ્મિન્ટન રમી શકે એવા રોબો તૈયાર કર્યા છે. આ રોબોની અંદર સ્માર્ટ વિઝન સિસ્ટમ લાગેલી છે જે મિલી સેકન્ડના સમયમાં શટલકૉલની સ્પીડ અને દિશા ઓળખી લે છે. આ રોબોને એક પ્રોફેશનલ બૅડ્મિન્ટન પ્લેયરની જેમ રૂલ્સ અને નિયમો સમજાવીને એ મુજબ ટ્રેઇન કરવામાં આવ્યો છે. તાજેતરમાં આ રોબો અને ચીનના અવ્વલ બૅડ્મિન્ટન પ્લેયર વચ્ચે ગેમ રમાઈ હતી જેમાં રોબોભાઈએ હ્યુમન ચૅમ્પિયન્સને હરાવી દીધા એટલું જ નહીં, રેકૉર્ડ પણ બનાવી દીધો. રોબોએ એક પણ ભૂલ કર્યા વિના ૧૪૫૨ વાર શટલકૉકને પાછો મોકલાવ્યો હતો અને સૌથી વધુ કાઉન્ટર હિટ્સનો વર્લ્ડ રેકૉર્ડ બનાવ્યો હતો.