લખનઉની સાડીબજારમાં જોવા મળી મોદી-મેલોની સાડી

23 August, 2026 04:37 PM IST  |  Lucknow | Gujarati Mid-day Correspondent

લખનઉના ગણેશગંજ માર્કેટમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને જ્યૉર્જિયા મેલોનીની વાઇરલ સેલ્ફીવાળી સાડી ચર્ચામાં આવી છે. મશીન-પ્રિન્ટેડ આ સાડીની કિંમત ૬૦૦ રૂપિયા હોવાનું કહેવાય છે.

લખનઉની સાડીબજારમાં જોવા મળી મોદી-મેલોની સાડી

આ વર્ષે મે મહિનામાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ઇટલીના વડાં પ્રધાન જ્યૉર્જિયા મેલોનીની મુલાકાત અને તેમણે લીધેલો મેલડીવાળો સેલ્ફી ખૂબ વાઇરલ થયો હતો. એ વાત ભલે હવે જૂની થઈ ગઈ, પરંતુ તાજેતરમાં લખનઉના ગણેશગંજમાં મોદી-મેલોનીની તસવીરોવાળી સાડી બજારમાં આવી છે. આ સાડીનો વિડિયો ખૂબ વાઇરલ થઈ રહ્યો છે. સાડીના પાલવ અને બૉર્ડર પર આ બે નેતાઓની તસવીરો છપાઈ છે. આ સાડીમાં બીજી કોઈ ખાસ કારીગરી નથી, મશીન-પ્રિન્ટેડ સાડી છે. એની કિંમત ૬૦૦ રૂપિયા હોવાનું કહેવાય છે. જોકે સોશ્યલ મીડિયા પર આ સાડીને મિશ્ર પ્રતિભાવ મળી રહ્યો છે. 

 

narendra modi giorgia meloni lucknow uttar pradesh viral videos social media offbeat news hatke news india italy