10 August, 2024 01:58 PM IST | Washington | Gujarati Mid-day Correspondent
એથન ગુઓ
૧૯ વર્ષના ચીની-અમેરિકન યુવાન એથન ગુઓએ એકલપંડે ૭ મહાદ્વીપની હવાઈ યાત્રાનો વિક્રમ સર્જવાનું બીડું ઝડપ્યું છે. મે મહિનામાં અમેરિકાના ટેનેસી રાજ્યના મેમ્ફિસ શહેરથી તેણે યાત્રા શરૂ કરી છે અને અત્યાર સુધીમાં ૭ દેશોમાં રોકાયો છે. આ યાત્રા કરનારી પોતે સૌથી ઓછી વયની વ્યક્તિ તરીકે રેકૉર્ડ નોંધાવવાના હેતુ સાથે મુખ્ય ઉદ્દેશ કૅન્સરના દરદીઓ માટે વધુ ને વધુ રૂપિયા ભેગા કરવાનો છે. એ માટે ગુઓએ સેન્ટ જુડ ચિલ્ડ્રન્સ રિસર્ચ હૉસ્પિટલની સાથે ભાગીદારી કરી છે. અત્યાર સુધીમાં તેણે ૧૬.૭૯ લાખ રૂપિયા ભેગા કરી લીધા છે, પરંતુ તેનું લક્ષ્ય ૮.૩૯ કરોડ રૂપિયા એકઠા કરવાનું હોવાથી તેણે આ યાત્રા શરૂ કરી છે.