05 February, 2023 08:42 AM IST | Kerala | Gujarati Mid-day Correspondent
કેરલાનું ટ્રાન્સ કપલ પેરન્ટ્સ બનશે
કેરલાના કોઝિકોડનું ટ્રાન્સજેન્ડર કપલ ઝિયા અને ઝહાદ માર્ચ મહિનામાં તેમના પ્રથમ સંતાનને એક્સપેક્ટ કરી રહ્યાં છે. છેલ્લાં ત્રણ વર્ષથી સાથે રહેતા આ કપલે બુધવારે ઇન્સ્ટાગ્રામ પર આ ગુડ ન્યુઝ શૅર કર્યા હતા. ઝિયાએ આ પોસ્ટની કૅપ્શનમાં લખ્યું હતું, ‘હું જન્મથી કે મારા શરીરથી હું મહિલા નહોતો. જોકે બાળક મને ‘મા’ કહીને બોલાવે એ સાંભળવાનું કોઈ પણ સ્ત્રી જેવું મારું સપનું હતું. અમે કપલ ત્રણ વર્ષથી સાથે છીએ. જે રીતે એક મધર બનવાનું મારું સપનું હતું એ જ રીતે ઝહાદનું એક પિતા બનવાનું સપનું હતું.’ ઝિયા જન્મથી પુરુષ હતો અને તે મહિલા બન્યો, જ્યારે ઝહાદ જન્મે મહિલા હતી અને પુરુષ તરીકે ટ્રાન્સફૉર્મ થઈ. ઝહાદે ઝિયાથી ગર્ભ ધારણ કર્યો, કેમ કે મહિલામાંથી પુરુષ બનવાની પ્રોસેસને બાળક માટે અટકાવી દેવામાં આવી હતી અને તેના ગર્ભાશય અને અન્ય કેટલાંક અંગોને કાઢવામાં નહોતાં આવ્યાં. આ ન્યુઝ શૅર કરવામાં આવ્યા બાદ ઝિયા અને ઝહાદની પોસ્ટને અઢળક લાઇક્સ અને કમેન્ટ્સ મળ્યાં છે. દેશમાં આ પ્રકારનો આ પહેલો કિસ્સો છે.