યુવકના મળદ્વારમાં ફસાયો હતો પ્રથમ વિશ્વયુદ્ધનો વીસ ઇંચ લાંબો મેટલ બૉમ્બ

05 February, 2026 11:00 AM IST  |  France | Gujarati Mid-day Correspondent

આટલો મોટો બૉમ્બ કઈ રીતે માણસના શરીરની અંદર ગયો એ વિશે કોઈ સ્પષ્ટતા નહોતી કરવામાં આવી.

સર્જરી દરમ્યાનના અને પછીના ફોટો

ફ્રાન્સમાં ૨૪ વર્ષનો એક યુવક પેટમાં ખૂબ પીડાની ફરિયાદ સાથે હૉસ્પિટલમાં પહોંચ્યો હતો. તેના પેટમાં ખૂબ ખરાબી જમા થઈ ગઈ હોવાથી ડૉક્ટરોએ તેની સર્જરી કરવાનું નક્કી કર્યું હતું. જોકે તેની સર્જરી દરમ્યાન જોયું તો મળદ્વારમાં મેટલની ધાતુ જેવું કંઈક ભરાયેલું હતું. તપાસ કરી તો એ ૨૦ ઇંચનો મેટલનો બૉમ્બ હોય એવી શંકા ગઈ. ખરેખર જો એ બૉમ્બ હોય તો? સર્જરી કરતા ડૉક્ટરોના હાથ થંભી ગયા. તરત જ તેમણે બૉમ્બ-સ્ક્વૉડની ટીમને બોલાવી. બૉમ્બ-સ્ક્વૉડે આવીને ખાતરી કરી આપી કે એ બૉમ્બ જ છે અને એ પણ પહેલા વિશ્વયુદ્ધમાં બનેલો ૨૦ ઇંચ લાંબો મેટલ બૉમ્બ છે. લગભગ ૧૯૧૮ની સાલમાં બનેલો આ બૉમ્બ હતો, પરંતુ ચિંતાનું કારણ નહોતું. એ ઑલરેડી નિષ્ક્રિય થઈ ચૂક્યો હતો. આ બૉમ્બમાંથી વિસ્ફોટ થવાનો કોઈ ખતરો નથી એવી ખાતરી મળ્યા પછી ડૉક્ટરોએ સર્જરી આગળ વધારી અને એ મેટલ બૉમ્બ બહાર કાઢવાની સફળ પ્રોસીજર કરી હતી. આ પહેલાં પણ ૨૦૨૨માં ફ્રાન્સના એક બુઝુર્ગ સાથે પણ આવું જ થયું હતું. આટલો મોટો બૉમ્બ કઈ રીતે માણસના શરીરની અંદર ગયો એ વિશે કોઈ સ્પષ્ટતા નહોતી કરવામાં આવી.

offbeat news france international news world news