મમ્મીના ફોનથી બે વર્ષના ટાબરિયાએ ૩૧ ચીઝ બર્ગર ઑર્ડર કર્યાં

19 May, 2022 09:02 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મમ્મીના સ્માર્ટફોનનો ઉપયોગ કરીને બે વર્ષના એક બાળકે નજીકના આઉટલેટમાંથી ૩૧ ચીઝ બર્ગર મગાવ્યાં અને ૧૬ ડૉલર (લગભગ ૧૨૦૦ રૂપિયા) ટિપના પણ આપ્યા. 

મમ્મીના ફોનથી બે વર્ષના ટાબરિયાએ ૩૧ ચીઝ બર્ગર ઑર્ડર કર્યાં

મમ્મીના સ્માર્ટફોનનો ઉપયોગ કરીને બે વર્ષના એક બાળકે નજીકના આઉટલેટમાંથી ૩૧ ચીઝ બર્ગર મગાવ્યાં અને ૧૬ ડૉલર (લગભગ ૧૨૦૦ રૂપિયા) ટિપના પણ આપ્યા. 
બે વર્ષના આ ટેણિયા બૅરેટની મમ્મી કેલ્સી બર્ખાલ્ટરે ચીઝ બર્ગરના ઢગલા સાથે બેઠેલા બાળકના ફોટો સાથેનો ફોટો ફેસબુક પર અપલોડ કરીને આખી ઘટનાનું વર્ણન કર્યું છે અને કોઈને ચીઝ બર્ગર જોઈતું હોય તો એ માટે ઑફર પણ કરી છે. નિષ્ણાતો મોબાઇલ અને અન્ય ઇલેક્ટ્રૉનિક ગૅજેટ્સ બાળકોની પહોંચથી દૂર રાખવાની સલાહ આપતાં કહે છે કે આને લીધે બાળક અને ઉપકરણ સુરક્ષિત રહેવા ઉપરાંત અનેક મુશ્કેલીઓથી પણ બચી શકાય છે. 
વાસ્તવમાં કેલ્સી બર્ખાલ્ટરે તેના બાળકને ફોનથી રમતો જોયો હતો, પરંતુ તેને લાગ્યું કે તે ફોટો પાડી રહ્યો છે. ૩૧ ચીઝ બર્ગરના ૬૧.૫૮ ડૉલર (લગભગ ૪૭૭૮ રૂપિયા) ઉપરાંત તેણે ૧૬ ડૉલર (લગભગ ૧૨૪૧ રૂપિયા)ની ટિપ પણ આપી હતી. 

offbeat news