આસમાનમાં મૂનવૉક: આકાશમાં એવી રીતે નાચે છે જાણે હવામાં ચાલતી હોય

14 June, 2026 01:14 PM IST  |  Poland | Gujarati Mid-day Correspondent

પોલૅન્ડની વર્લ્ડ ચૅમ્પિયન સ્કાયડાઇવર માઝા કુચિન્સ્કાનો એક વિડિયો વાઇરલ થયો છે જેમાં તે ગુરુત્વાકર્ષણને માત આપીને આકાશમાં ચાલી રહી હોય એવું લાગે છે.

માઝા કોઈ સ્ટન્ટમૅન નથી, પરંતુ ઇન્ડોર સ્કાયડાઇવિંગની દુનિયાનું બહુ મોટું નામ છે

પોલૅન્ડની વર્લ્ડ ચૅમ્પિયન સ્કાયડાઇવર માઝા કુચિન્સ્કાનો એક વિડિયો વાઇરલ થયો છે જેમાં તે ગુરુત્વાકર્ષણને માત આપીને આકાશમાં ચાલી રહી હોય એવું લાગે છે. પહેલી નજરે તો આંખો પર પણ ભરોસો નથી થતો કે કોઈ હવામાં એટલું સંતુલન કઈ રીતે રાખી શકે કે તેને જાણે ગુરુત્વાકર્ષણની પણ અસર ન થાય? આ છોકરીને લોકો સ્કાય એન્જલ કહી રહ્યા છે. માઝા કોઈ સ્ટન્ટમૅન નથી, પરંતુ ઇન્ડોર સ્કાયડાઇવિંગની દુનિયાનું બહુ મોટું નામ છે. તેણે ખૂબ મહેનત કરીને ઇન્ડોર સ્કાયડાઇવિંગ દરમ્યાન હવામાં સંતુલન જાળવવામાં મહારત હાંસલ કરી છે. સામાન્ય રીતે સ્કાયડાઇવિંગમાં તમે હવામાંથી નીચે પડતું મૂકો ત્યારે જમીનના ગુરુત્વાકર્ષણને કારણે શરીર બહુ ઝડપથી ધરતી તરફ ગતિ કરવા લાગે. એવામાં માઝાએ શરીરને હવામાં એ રીતે સંતુલિત કરવાનું કૌશલ્ય કેળવ્યું છે કે જાણે તે હવામાં સ્થિર થઈ ગઈ હોય અને નીચે કોઈ સપાટી ન હોવા છતાં ચાલી રહી હોય. આસમાનમાં ફ્લોટ તો બધા થાય, પણ આ બહેન ચાલે છે જે જાદુથી કમ નથી.

offbeat news international news world news poland