08 October, 2026 12:30 PM IST | Jharkhand | Gujarati Mid-day Correspondent
વાઇરલ વિડીયોમાંથી સ્ક્રીનશૉટ
ઝારખંડમાં હોમગાર્ડની નોકરી માટે ભરતી શરૂ થઈ છે. આ માટેની પરીક્ષામાં ફિટનેસ ટેસ્ટમાં દોડવાનું હોય છે. કવિતાકુમારી નામની મહિલાએ હોમગાર્ડની પરીક્ષા માટે અપ્લાય કર્યું હતું. તેની પાસે દોડવા માટે જૂતાં નહોતાં, પરંતુ નોકરી મેળવવાનું ઝનૂન એટલું હતું કે તે સાડી પહેરીને વીજળીની ઝડપે દોડી. કવિતા રોજ ગામની બહાર દોડવાની પ્રૅક્ટિસ કરતી હતી અને હોમગાર્ડ માટેની ફિટનેસ ટેસ્ટમાં સામાન્ય રીતે જે અંતર મિનિમમ ૧૦ મિનિટમાં કાપવાનું કહેવામાં આવે છે એટલું અંતર કવિતા માત્ર ૬ મિનિટમાં દોડી ગઈ હતી. પતિના મૃત્યુ પછી ૧૪ અને ૧૨ વર્ષના બે દીકરાઓના ભવિષ્ય માટે હોમગાર્ડ બનવાનું તેણે સપનું સેવ્યું છે. સાડી પહેરીને ખુલ્લા પગે દોડતો તેનો વિડિયો વાઇરલ થયા પછી તેને શૂઝ અને ટી-શર્ટ આપીને યોગ્ય તાલીમ આપવા માટે પણ અનેક લોકો આગળ આવ્યા છે.