15 September, 2025 12:38 PM IST | Europe | Gujarati Mid-day Correspondent
ટ્રામ-ડ્રાઇવરોની વર્લ્ડ ચૅમ્પિયનશિપ
શહેરોમાં ટ્રામ ચલાવવી એ એક કળા છે. રસ્તા પર અન્ય વાહનો તેમ જ પદચાલકોનું ધ્યાન રાખવામાં આવે એ જરૂરી હોવાથી ટ્રામચાલકોને ખાસ તાલીમ આપવામાં આવે છે. યુરોપમાં ઑસ્ટ્રિયાના વિયેના શહેરમાં ગયા વીક-એન્ડ દરમ્યાન ટ્રામ-ડ્રાઇવરોની વર્લ્ડ ચૅમ્પિયનશિપ યોજાઈ હતી. એમાં પચીસ દેશોના નિપુણ ડ્રાઇવરોએ ભાગ લીધો હતો. દરેક દેશના ડ્રાઇવરોને અલગ-અલગ અવરોધોની ચૅલેન્જ આપવામાં આવી હતી અને એમાં તેમણે પોતાની ડ્રાઇવિંગ-સ્કિલ દેખાડવાની હતી. આ ચૅમ્પિયનશિપ જોવા માટે પણ હજારોની સંખ્યામાં લોકો એકઠા થયા હતા.