પ્રેમિકાને દસ વર્ષ ઘરમાં છુપાવી રાખનારા કેરલાના એક યુવકે તેની સાથે લગ્ન કર્યાં

19 September, 2021 11:07 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

નેમ્મારાના વિધાનસભ્ય કે. બાબુએ એ પ્રસંગે હાજર રહીને દંપતીને સરકાર તરફથી પૂર્ણ પીઠબળની બાંયધરી આપી હતી.

પ્રેમિકાને દસ વર્ષ ઘરમાં છુપાવી રાખનારા કેરલાના એક યુવકે તેની સાથે લગ્ન કર્યાં

થોડા મહિના પહેલાં અલિન્ચુવત્તીલ રહેમાન નામના યુવાને તેની પ્રેમિકા સાજિદાને ૧૦ વર્ષ સુધી ઘરના એક ઓરડામાં છુપાવી રાખી અને પરિવારમાં કોઈને એનો અણસાર પણ ન આવ્યો, એ ઘટના સોશ્યલ મીડિયા પર વાઇરલ થઈ હતી. એ રહેમાન અને સાજિદાએ કેરલાના પલક્કડ જિલ્લાના નેમ્મારા સબ-રજિસ્ટ્રારની ઑફિસમાં સ્પેશ્યલ મૅરેજ ઍક્ટ હેઠળ મૅરેજ રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. સાજિદા સામાન્ય સલવાર-કમીઝ પહેરીને આવી હતી અને રહેમાને મુંડુ શર્ટ પહેર્યું હતું. મૅરેજ રજિસ્ટ્રેશનના દસ્તાવેજો પર સહી કર્યા પછી તેમને લગ્ન કરવામાં અને એ પહેલાં સાથ-સહયોગ આપનારા મિત્રો-સ્વજનોને મીઠાઈ વહેંચી હતી. એ પ્રસંગે સાજિદાનાં માતા-પિતા હાજર હતાં અને આ લગ્નનો વિરોધ કરનારા રહેમાનના પરિવારના સભ્યો હાજર રહ્યા નહોતા. નેમ્મારાના વિધાનસભ્ય કે. બાબુએ એ પ્રસંગે હાજર રહીને દંપતીને સરકાર તરફથી પૂર્ણ પીઠબળની બાંયધરી આપી હતી.

offbeat news