નોકરી મેળવવા સ્ટેશન પર પ્લૅકાર્ડ લઈને ઊભેલા યુવકને ઇન્ટરવ્યુનો કૉલ આવ્યો

29 November, 2021 05:24 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

નોકરી મેળવવા સ્ટેશન પર પ્લૅકાર્ડ લઈને ઊભેલા યુવકને ત્રણ કલાકમાં ઇન્ટરવ્યુનો કૉલ આવ્યો

નોકરી મેળવવા સ્ટેશન પર પ્લૅકાર્ડ લઈને ઊભેલા યુવકને ત્રણ કલાકમાં ઇન્ટરવ્યુનો કૉલ આવ્યો

કોરોનાના સમયગાળામાં ઘણાના રોજગાર છીનવાઈ ગયા છે, એવામાં નવી નોકરી મેળવવી સ્વપ્નવત્ બન્યું છે. જોકે લંડનના ટ્યુબ સ્ટેશન પર નોકરી મેળવવા માટે હાથમાં પ્લૅકાર્ડ સાથે ઊભો રહેલો ૨૪ વર્ષનો હૈદર મલિકને આ બાબતે અપવાદરૂપ ગણી શકાય. લંડનની મિડલસેક્સ યુનિવર્સિટીમાંથી બૅન્કિંગ અને ફાઇનૅન્સની ફર્સ્ટ ક્લાસની ડિગ્રી ધરાવતો મલિક હૈદર બીજી નવેમ્બરે મંગળવારે કૅનેરી વાર્ફ ખાતે હાથમાં પ્લૅકાર્ડ સાથે ઊભો હતો. પોતાના હાથમાં તેણે તેના રેઝ્‍યુમની કૉપી રાખી હતી, જે આવતા-જતા લોકોને વહેંચીને નોકરી માટે અરજ કરી રહ્યો હતો. મજાની વાત એ છે કે માત્ર ત્રણ જ કલાકમાં તેને નોકરી માટે ઇન્ટરવ્યુનો કૉલ આવ્યો હતો અને ત્યાર પછીના ત્રણ દિવસમાં તે નવી નોકરીમાં જોડાઈ પણ ગયો. 
તેને મળેલા ઇન્ટરવ્યુ કૉલ અટેન્ડ કરીને ફોન ચેક કરતાં તેને સમજાયું કે તે સોશ્યલ મીડિયા પર વાઇરલ થઈ ગયો હતો, જેને લીધે તેને નોકરી મળવામાં સરળતા રહી હતી. જોકે પોતાને નોકરી મળવા બદલ હૈદર મલિક તેની સહાય કરનારા અને તેના પ્રત્યે લાગણી દાખવનાર ઇમૅન્યુઅલભાઈનો આભાર માને છે. તેણે કહ્યું કે મારી નોકરીની અરજી સાથે સ્ટેશન પર પ્લૅકાર્ડ લઈને ઊભો હતો એ મારો ફોટો ઇમૅન્યુઅલે સોશ્યલ મીડિયા પર અપલોડ કર્યો હતો. 
ઇમૅન્યુઅલે કહ્યું કે બે વર્ષ પહેલાં હું પોતે પણ નોકરી મેળવવા આવું જ કાંઈક કરવાનું વિચારતો હતો, પરંતુ હિંમત નહોતી ચાલી. 

offbeat news