યુવાન લૉક-અપની ચાવી ગળી ગયો, પાછી મેળવવા પોલીસે ૧૦ કિલો કેળાં ખવડાવ્યાં

09 May, 2026 02:07 PM IST  |  Bengaluru | Gujarati Mid-day Correspondent

એટલે પોલીસોએ યુવાનને ૩ દિવસ સુધીમાં ૧૦ કિલો કેળાં ખવડાવ્યાં જેથી પૉટીમાં ચાવી નીકળી જાય અને આખરે સફળતા મળી પણ ખરી.

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

બૅન્ગલોરમાં એક વિચિત્ર ઘટના ઘટી. એક કિશોર ગુમ થયો હોવાના કેસમાં પકડવામાં આવેલા રામુ નામના એક યુવકે એક રૂરલ પોલીસ-સ્ટેશનના લૉક-અપની ચાવી ઝડપીને ગળી લીધી હતી. તેને હતું કે ચાવી નહીં હોય તો તેને લૉક-અપમાં બંધ નહીં કરવામાં આવે, આવું થશે તો તેને હૉસ્પિટલમાં લઈ જવામાં આવશે અને ત્યાંથી તે ભાગી જઈ શકશે. ચાવી ખાસ્સી મોટી હોવાથી યુવાનને નુકસાન થઈ શકે એમ હોવાથી પોલીસ તરત જ તેને હૉસ્પિટલ લઈ ગઈ હતી. જોકે હૉસ્પિટલમાં પણ ડૉક્ટરે પહેલાં સર્જરી કરવાને બદલે પૉટીના માર્ગેથી ચાવી નીકળે એનો ઑપ્શન વાપરવા કહ્યું. એટલે પોલીસોએ યુવાનને ૩ દિવસ સુધીમાં ૧૦ કિલો કેળાં ખવડાવ્યાં જેથી પૉટીમાં ચાવી નીકળી જાય અને આખરે સફળતા મળી પણ ખરી.

bengaluru Crime News gujarati mid day exclusive offbeat news