સ્પોર્ટ્‍સ રમવા પરના પ્ર‌તિબંધ સામે અફઘાની મહિલાઓનો અનોખો સોશ્યલ મીડિયા પ્રોટેસ્ટ

08 March, 2026 02:06 PM IST  |  afghanistan | Gujarati Mid-day Correspondent

૨૦૨૧માં અફઘાનિસ્તાનમાં તાલિબાન રાજ્ય આવ્યા પછી મહિલાઓ પર અનેક પાબંદીઓ લાદવામાં આવી

ક્રીએટિવ સાઇલન્ટ વિરોધ

૨૦૨૧માં અફઘાનિસ્તાનમાં તાલિબાન રાજ્ય આવ્યા પછી મહિલાઓ પર અનેક પાબંદીઓ લાદવામાં આવી છે. આખા દેશમાં અફઘાની મહિલાઓ સ્પોર્ટ્‍સ રમી નથી શકતી. ૨૦૨૨ સુધી તો સેકન્ડરી એજ્યુકેશન પર પણ પ્રતિબંધ હતો. અફઘાની સ્ત્રીઓએ પોતાના ઘરમાં રહીને સાઇલન્ટ્લી સ્પોર્ટ્‍સ ન રમવા દેવા પર વિરોધ-પ્રદર્શન શરૂ કર્યું છે. એ માટે તેઓ રસ્તા પર નથી ઊતરી આવી, પરંતુ સોશ્યલ મીડિયામાં છવાઈ ગઈ છે. જે રમતો રમવાની તેમને મનાઈ ફરમાવવામાં આવી છે એ રમતો માટેનાં સાધનો લઈને મહિલાઓ ફોટોગ્રાફી કરીને સોશ્યલ મીડિયા પર મૂકી રહી છે. બુરખાની અંદર મોં ઢાંકેલું હોવાથી તેમની ઓળખ છતી નથી થતી અને તેઓ દેશના કાયદાનો પણ ભંગ નથી કરી રહી. આ અભિયાન અફઘાનિસ્તાન વતી નૅશનલ લેવલ પર રમી ચૂકેલી ખેલાડીઓ દ્વારા શરૂ કરવામાં આવ્યું હતું. તેમને રમત રમવા બદલ દેશનિકાલ મળ્યો હતો. અફઘાનિસ્તાનમાં મહિલાઓને સ્ટેડિયમમાં રમત જોવા જવા પર પ્રતિબંધ હતો ત્યાં આજે મહિલાઓ રમત રમવાના હક માટે પોતાના ઘરની ચાર દીવાલોની વચ્ચે રહીને ફુટબૉલ, ક્રિકેટ બૅટ અને કિક-બૉક્સિંગનાં ગ્લવ્સ જેવાં સાધનો સાથે ક્રીએટિવ સાઇલન્ટ વિરોધ નોંધાવી રહી છે. 

offbeat news afghanistan taliban international news world news social media