આફ્રિકાના આ દેશમાં દર વર્ષે વરસાદ પછી થાય છે ઘરોનું અનોખું રંગરોગાન

14 November, 2025 01:06 PM IST  |  Africa | Gujarati Mid-day Correspondent

અત્યારે બુર્કિના ફાસોમાં ઘરોનું લીંપણ અને રંગરોગાન કરવાની સીઝન ચાલે છે.

બુર્કિના ફાસો દેશનાં ઘર

પશ્ચિમ આફ્રિકાના દેશોમાં ખૂબ તંગી અને અછત સતત વર્તાતી રહે છે, પરંતુ એ અછત તેમની સર્જનાત્મકતાને ઘટાડતી નથી. બુર્કિના ફાસો નામના નાનકડા દેશની જ વાત કરીએ તો અહીંનાં મકાનો મોટા ભાગે કાચાં જ હોય છે, પરંતુ એ કાચાં ઘરોનું રંગરોગાન બહુ સરસ રીતે કરવામાં આવે છે. સ્થાનિક માટી અને ખાસ મિનરલનો ઉપયોગ કરીને તેઓ ઘરને રંગે છે. સફેદ કાઓલિન અને બ્લૅક ચારકોલથી ઘરોની દીવાલો જાણે જાયન્ટ કૅન્વસ હોય એવી રીતે એના પર ચિતરામણ કરવામાં આવે છે. અલબત્ત, આ બધું જ ઇકો-ફ્રેન્ડ્લી અને બહુ લાંબું ટકે એવું નથી હોતું. થોડાક વરસાદમાં કે વધુપડતા તડકામાં એના રંગો ઝાંખા પડી જાય છે. અત્યારે બુર્કિના ફાસોમાં ઘરોનું લીંપણ અને રંગરોગાન કરવાની સીઝન ચાલે છે. મહિલાઓ માટીની દીવાલોને પ્રાકૃતિક રંગોથી જીવંત કરી રહી છે. મોટા ભાગે અહીં જિયોમેટ્રિક પૅટર્ન જ બને છે. ઘરો પર કોઈ જીવંત ચીજોનું નિરુપણ કરવાનું ટાળવામાં આવે છે.

offbeat news international news world news africa culture news