વૉલ્વો કારનું વ્હીલ બટકાઈ જતાં કાર અને તૂટેલાં વ્હીલને ટ્રક પર બાંધીને આખા અમદાવાદમાં ફેરવી

19 May, 2026 11:27 AM IST  |  Ahmedabad | Gujarati Mid-day Correspondent

માલિકે બે ટુકડા થઈ ગયેલું અલૉય વ્હીલ કારના બૉનેટ પર બાંધીને ટો ટ્રકમાં શો માટે મૂક્યું હતું

ટ્રકની સાથે બૅનર લાગેલું હતું કે આ કાર કેટલી ખરાબ છે

જ્યારે કોઈ મોંઘીદાટ ચીજ ખરીદીએ અને એ અપેક્ષા મુજબ ક્વૉલિટીવાળી ન નીકળે ત્યારે નિરાશ થઈ જવાય. જો કિંમત ખૂબ વધુ ચૂકવી હોય તો ગુસ્સો વધુ હોય. અમદાવાદમાં આવો જ એક કેસ જોવા મળ્યો. એક ટો ટ્રક પર વૉલ્વો કાર અને અેના અલૉય વ્હીલને બાંધીને આખા શહેરમાં ફેરવવામાં આવી. ટ્રકની સાથે બૅનર લાગેલું હતું કે આ કાર કેટલી ખરાબ છે. માલિકે બે ટુકડા થઈ ગયેલું અલૉય વ્હીલ કારના બૉનેટ પર બાંધીને ટો ટ્રકમાં શો માટે મૂક્યું હતું. સાથે લખ્યું હતું કે, ‘ગાડીની ક્વૉલિટી એટલી ખરાબ છે કે એનાથી માલિકના જીવને જોખમ છે. અહીં તમે કંપનીના સુરક્ષાના દાવાઓ કેટલા પોકળ છે એની કડવી સચ્ચાઈ જોઈ શકો છો. મોંઘી વૉલ્વો ખરીદવાને બદલે અલ્ટો કાર ખરીદવી બહેતર રહેશે. કંપનીએ કહ્યું છે કે એક વાર કાર વેચાઈ જાય એ પછી તેમની જવાબદારી નથી.’

ahmedabad gujarat gujarat news offbeat news