31 October, 2026 02:43 PM IST | Italy | Gujarati Mid-day Correspondent
AIએ 20 વર્ષ જૂનું ચોરાયેલું પેઇન્ટિંગ શોધ્યું
ઇટલીમાં એક ચર્ચમાંથી ૨૦ વર્ષ પહેલાં ચોરાઈ ગયેલા એક પેઇન્ટિંગને આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ (AI)એ શોધી કાઢ્યું હતું. ચોરોએ પેઇન્ટિંગમાં બનાવવામાં આવેલા ધાર્મિક નિશાનો ભૂંસી નાખ્યાં હતાં જેથી એની ઓળખ થઈ ન શકે. એ પછી પણ AIએ રંગોનું કૉમ્બિનેશન અને તસવીર બનાવવાની પદ્ધતિના આધારે ચોરાયેલું પેઇન્ટિંગ શોધી કાઢ્યું હતું.
આ ચિત્ર ૨૦૦૪માં ૧૧ ઑગસ્ટે ઇટલીના ચર્ચમાંથી ચોરાયું હતું. એમાં સેન્ટ ઇગ્નેસ નામનાં ખ્રિસ્તી સંતની તસવીર બની હતી. ચોરોએ એ ચિત્રમાંથી માથા પાછળનું આભામંડળ અને હાથમાં પકડેલી ખજૂરની ડાળી ભૂંસી નાખી હતી. એને કારણે સંતની મૂર્તિ એક સામાન્ય મહિલા જેવી દેખાવા લાગી. ઇટલીની પોલીસે એક સમયે આ પેઇન્ટિંગ શોધવાનો કેસ પણ પડતો મૂકી દીધો હતો. જોકે ૨૦૨૩માં એક AI સિસ્ટમ શરૂ કરવામાં આવી જેનાથી ચોરાયેલી ચીજો શોધવાના જૂના પ્રોજેક્ટ્સને ફરીથી રિવાઇવ કરવામાં આવ્યા. આ સિસ્ટમે લગભગ ૩૦૦થી વધુ ચોરાયેલાં/ખોવાયેલાં પેઇન્ટિંગ્સ અને મૂર્તિઓ ખોળી કાઢ્યાં છે.