✕

આ અમે‌રિકન દરરોજ હવામાં ઊડીને ઑફિસ જાય છે, વિમાન નહીં પણ વાપરે છે પૅરામોટર

17 October, 2026 09:02 PM IST  |  Washington | Gujarati Mid-day Correspondent

અમેરિકામાં ઍર ટ્રાફિક કન્ટ્રોલર તરીકે ફરજ બજાવતા જેકબ હઝલરે સોશ્યલ મીડિયા પર પોતાના આ અનોખા સફરનો વિડિયો શૅર કર્યો છે. જેકબની સવારની દિનચર્યા કોઈ સામાન્ય નોકરિયાત જેવી નહીં પરંતુ સાહસિક ઍડ્વેન્ચર જેવી હોય છે.

જેકબ હઝલર પૅરામોટરથી ઑફિસ જાય

રોજિંદા ટ્રાફિક જૅમ, સિગ્નલો પર ઊભા રહેવાની માથાકૂટ અને પેટ્રોલના સતત વધતા ભાવોથી કંટાળીને લોકો અલગ-અલગ રસ્તા શોધતા હોય છે, પરંતુ અમેરિકાના એક ભાઈએ ઑફિસ જવા માટે એવો રસ્તો શોધી કાઢ્યો છે જેને જોઈને સૌકોઈ અચંબિત થઈ ગયા છે. આ ભાઈ રોજ સવારે કારની ચાવી લેવાને બદલે પીઠ પર પૅરૅશૂટ અને પંખો બાંધે છે અને સીધો હવામાં ઊડીને પોતાની ઑફિસ પહોંચી જાય છે.

અમેરિકામાં ઍર ટ્રાફિક કન્ટ્રોલર તરીકે ફરજ બજાવતા જેકબ હઝલરે સોશ્યલ મીડિયા પર પોતાના આ અનોખા સફરનો વિડિયો શૅર કર્યો છે. જેકબની સવારની દિનચર્યા કોઈ સામાન્ય નોકરિયાત જેવી નહીં પરંતુ સાહસિક ઍડ્વેન્ચર જેવી હોય છે. તે કાર કે બાઇક ચલાવવાને બદલે પૅરૅશૂટ ખોલે છે અને પીઠ પાછળ મોટર-સંચાલિત મોટો પંખો (પૅરામોટર) ​ફિટ કરે છે. સુરક્ષાનાં તમામ સાધનો ગોઠવ્યા બાદ તે ઘરના આંગણેથી જ હવામાં ઉડાન ભરે છે. રસ્તા પરના ટ્રાફિકથી સેંકડો ફુટ ઊંચે આકાશમાં ઊડતો-ઊડતો તે સીધો ઍરપોર્ટ પહોંચે છે, જ્યાં તે નોકરી કરે છે.
જેકબના આ અનોખા સફરનો વિડિયો જોઈને નેટિઝન્સ પણ ભારે મજા લઈ રહ્યા છે.

social media social networking site offbeat news viral videos automobiles united states of america