19 March, 2026 12:22 PM IST | Washington | Gujarati Mid-day Correspondent
આર્ટિસ્ટ ભાઈ રંબગેરંગી ટેઇલ લાઇટમાં પડેલી તિરાડોને પોતાની આગવી રીતે સજાવે છે
ટૂ-વ્હીલર હોય કે ફોર-વ્હીલર, વાહનની પાછળ આવતી લાલ ટેઇલ લાઇટ અકસ્માતો રોકવા માટે ખૂબ મહત્ત્વનો ભાગ ભજવે છે. એમ છતાં નાનાસરખા અકસ્માતમાં પણ સૌથી પહેલાં ટેઇલ લાઇટ ડૅમેજ થતી હોય છે. જોકે અમેરિકાના ઍરિઝૉના રાજ્યના ટક્સનમાં રહેતા લિન્ડસે લૂ વન્ડર નામના એક ટૅટૂ-આર્ટિસ્ટ અને ગ્લાસમેકરે ટેઇલ લાઇટ્સનું મેકઓવર કરવાનું શરૂ કર્યું છે. આ આર્ટિસ્ટ ભાઈ રંબગેરંગી ટેઇલ લાઇટમાં પડેલી તિરાડોને પોતાની આગવી રીતે સજાવે છે. લિન્ડસેભાઈ વિન્ટેજ ફૉર્ડ કાર કે મોટી ટ્રક અને વાહનોની ટેઇલ લાઇટ્સને એવી રીતે સજાવે છે કે એમાંથી ગુલાબ, પતંગિયાં જેવી નયનરમ્ય અને ખોપડી જેવી ભયાવહ ડિઝાઇન્સ તૈયાર કરે છે. હાથેથી બનાવેલી આ આર્ટને કારણે તૂટેલી ટેઇલ લાઇટ બદલવી પણ નથી પડતી.