આજે ચંડીગઢમાં લાગશે પેટ્રોલનું લંગર

18 August, 2026 11:37 AM IST  |  Amritsar | Gujarati Mid-day Correspondent

અમૃતસરના કરોડપતિ રાકેશ ત્રેહન ચંડીગઢમાં જરૂરિયાતમંદ ટૂ-વ્હીલર અને થ્રી-વ્હીલર ચાલકો માટે પેટ્રોલનું લંગર યોજશે. લોકોને ૫૦૦ અને ૧૦૦ રૂપિયાની કૂપન આપવામાં આવશે, જેનાથી તેઓ પેટ્રોલ ભરી શકશે.

આજે ચંડીગઢમાં લાગશે પેટ્રોલનું લંગર

અમૃતસરમાં રહેતા રાકેશ ત્રેહન નામના રાજા દી કિંગના હુલામણા નામે જાણીતા કરોડપતિ ભાઈ ચંડીગઢમાં પેટ્રોલનું લંગર લગાવવાના છે. આજે સેક્ટર ૧૦ અને સેક્ટર ૭ પાસે આવેલા પેટ્રોલ-પમ્પની બહાર લંગર લગાવવામાં આવશે એવી જાહેરાત તેમણે કરી છે. આ લંગર જરૂરિયાતમંદ લોકો માટેનું હોવાથી ટૂ-વ્હીલર કે થ્રી-વ્હીલર વાહનો ધરાવતા લોકો માટે જ છે. લોકોને પેટ્રોલ-પમ્પની બહાર ૫૦૦ અને ૧૦૦ રૂપિયાની કૂપન આપવાની વ્યવસ્થા કરવામાં આવશે અને એ કૂપન લઈને તેઓ પમ્પ પર જઈને પેટ્રોલ ભરાવી શકશે. રાકેશ ત્રેહન જાતજાતની ચીજોનું લંગર લગાવતા આવ્યા છે. થોડા સમય પહેલાં તેમણે પીત્ઝા અને કોલ્ડ ડ્રિન્કનું લંગર લગાવ્યું હતું. રોહનના પિતા અમૃતસરમાં કપડાનાં વેપારી હતા અને હવે રોહન બિટકૉઇન બિઝનેસમાં છે. આ બિઝનેસમાંથી થતા નફામાંથી એક હિસ્સો તેઓ જાતજાતની લંગરસેવામાં વાપરે છે. તેમણે તો ત્યાં સુધી કહ્યું છે કે પેટ્રોલ પછી તેઓ ટૂંક સમયમાં આઇફોનનું લંગર પણ લગાવશે. 

amritsar punjab chandigarh offbeat news hatke news