ભારતથી પ્રભાવિત થઈને એક અમેરિકન વ્લૉગરે કહ્યું : મોદીજી, પ્લીઝ મને આધાર કાર્ડ આપી દો, મને આ દેશ બહુ ગમી ગયો છે

01 January, 2026 12:10 PM IST  |  Washington | Gujarati Mid-day Correspondent

તેણે પોતાના વિડિયોમાં નરેન્દ્ર મોદીને વિનંતી પણ કરી કે મને આધાર કાર્ડ આપી દો

અમેરિકન કન્ટેન્ટ ક્રીએટર ગૅબ

અમેરિકન કન્ટેન્ટ ક્રીએટર ગૅબ ભારત ફરવા આવ્યો હતો, પણ જ્યારે તેનો જવાનો સમય થયો ત્યારે તે એટલો ઇમોશનલ થઈ ગયો કે રડવા લાગ્યો એટલું જ નહીં, તેણે પોતાના વિડિયોમાં નરેન્દ્ર મોદીને વિનંતી પણ કરી કે મને આધાર કાર્ડ આપી દો. ગૅબનો આ વિડિયો ખૂબ વાઇરલ થયો છે. વિડિયોમાં તેણે કહ્યું હતું કે ‘હું ભારતને પ્રેમ કરું છું, મારી પાસે મારા આ ફેવરિટ દેશમાં રહેવા માટે છેલ્લા ૮ કલાક જ બચ્યા છે. નરેન્દ્ર મોદીજી, આ તમારા માટે છે, મારું નામ ગબરુજી છે, મને આધાર કાર્ડની જરૂર છે.’

આ વ્લૉગરે તેના વિડિયોમાં ભારતની ભરપૂર પ્રશંસા કરીને એવું કહ્યું હતું કે અહીં મને એટલું બધું ગમી ગયું છે કે હું પાછો જવા માગતો નથી. જોકે તેની આ વાત અને આધાર કાર્ડની માગણી રમૂજ તરીકે હતી, એને સોશ્યલ મીડિયા પર લોકોએ પણ વધાવી લીધી હતી.

offbeat news united states of america narendra modi india travel social media