23 February, 2026 12:13 PM IST | Aligarh | Gujarati Mid-day Correspondent
આને કહેવાય ક્રીએટિવિટી!
ભારતમાં જુગાડ કરનારાઓનો કોઈ તોટો નથી. જૂની ગાડીઓ હવે જ્યારે ફેરવી શકાય એવી રહી ન હોય ત્યારે એને સાવ ભંગારમાં ફેંકી દેવાને બદલે એમાંથી કંઈક એવું બનાવી દેવું જે રોજગારનો વિકલ્પ પણ બની શકે. @Officialfaridi_up81 નામના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પરથી એક ભાઈએ પોતાની ક્રીએટિવિટી શૅર કરી છે. અલીગઢના કાસગંજ પાસે એક માણસે જૂની મારુતિ ૮૦૦ કારની પાછળના ભાગને એક્સ્ટેન્ડ કરીને એને ખોલી નાખ્યો છે અને એમાંથી ફૂડ-ટ્રક જેવું ઇનોવેશન કરી નાખ્યું છે. હવે આ કાર લઈને તેઓ અલગ-અલગ ગામમાં જઈને ચાટનો ઠેલો નાખી દે છે. એનાથી સ્વચ્છતા પર જળવાય છે અને ફૂડ-સ્ટૉલને એક સ્થળેથી બીજે લઈ જવાનું પણ સરળ પડે છે. આ જુગાડને એક કરોડથી વધુ વ્યુઝ અને લાખો લાઇક્સ મળી ચૂકી છે.