ઍમેઝૉનના જંગલમાંથી વિશ્વનો સૌથી મોટો સાપ મૃત હાલતમાં મળી આવ્યો

29 March, 2024 11:48 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

થોડા દિવસ પહેલાં નૅશનલ જ્યૉગ્ર‌િફિક ચૅનલની એક સિરીઝ માટે વૈજ્ઞાનિકોની એક ટીમે વિશાળ ઍનાકૉન્ડાની અજાણી પ્રજાતિની શોધ કરી હતી.

દુનિયાનો સૌથી મોટો સાપ

દુનિયાના સૌથી મોટો સાપ બ્રાઝિલના ઍમેઝૉનના જંગલમાં છે અને એનું નામ એના જુલિયા રાખવામાં આવ્યું છે એના સમાચાર હજી જૂના નથી થયા ત્યાં આ સાપ મૃત અવસ્થામાં મળી આવ્યો છે.  થોડા દિવસ પહેલાં નૅશનલ જ્યૉગ્ર‌િફિક ચૅનલની એક સિરીઝ માટે વૈજ્ઞાનિકોની એક ટીમે વિશાળ ઍનાકૉન્ડાની અજાણી પ્રજાતિની શોધ કરી હતી. એના જુલિયા નામનો દુનિયાનો આ સૌથી મોટો સાપ પાંચ સપ્તાહ પૂર્વે સાઉથ બ્રાઝિલના માટો ગ્રોસો ડો સુલ રાજ્યના બેનિટોના ગ્રામીણ વિસ્તારમાં ફોર્મોસો નદીમાંથી મળી આવ્યો હતો. ૨૬ ફુટ લાંબો અને ૨૦૦ કિલો વજનનો આ સાપ કદાચ કુદરતી રીતે મૃત્યુ નથી પામ્યો. તેને ગોળી મારીને મારી નાખવામાં આવ્યો હોવાનું કહેવાઈ રહ્યું છે અને એ વિશે વધુ તપાસ ચાલી રહી છે. 

offbeat videos offbeat news wildlife