22 January, 2026 06:38 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
અનંત અંબાણીની કસ્ટમ ઘડિયાળ
લક્ઝરી ઘડિયાળ મેકર જેકબ એન્ડ કંપની (Jacob & Co) એ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચૅરમૅન મુકેશ અંબાણીના નાના દીકરા અનંત અંબાણી માટે એક અનોખી, કસ્ટમ ઘડિયાળ બનાવી છે. આ ઘડિયાળની કિંમત આશરે ડૉલર 1.5 મિલિયન હોવાનું કહેવાય છે, જે ભારતીય ચલણમાં આશરે રૂ. 12–14 કરોડ થાય છે. જોકે, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના પ્રવક્તાએ સત્તાવાર રીતે આ ઘડિયાળની પુષ્ટિ કરી નથી. ઘડિયાળનું નામ ‘ઓપેરા વનતારા ગ્રીન કેમો’ હોવાનું કહેવાય છે. આ ઘડિયાળ અનંત અંબાણીની વન્યજીવન સંરક્ષણ પહેલ, ‘વનતારા’થી પ્રેરિત છે. વનતારાનો અર્થ ‘જંગલનો તારો’ થાય છે. ઘડિયાળના ડાયલના મધ્યમાં અનંત અંબાણીની હાથથી બનેવેલ 3D મિનિએચર મોડલ જોવા મળે છે. આ આકૃતિ સિંહ અને બંગાળ વાઘના મિનિએચર મોડલ પણ છે. આ ડિઝાઇન વનતારા પ્રૉજેક્ટ હેઠળ સુરક્ષિત પ્રાણીઓનું પ્રતીક છે. અનંત અંબાણી તેમના સિગ્નેચર બ્લુ ફ્લોરલ શર્ટમાં દર્શાવવામાં આવ્યા છે. ઘડિયાળની ડિઝાઇનમાં કેસ અને ડાયલ પર લીલા રંગની કેમોફલાજ પૅટર્ન છે, જે જંગલ અને નૈસર્ગિક નિવાસસ્થાનને બતાવે કરે છે. આ ઘડિયાળ 397 કિંમતી પથ્થરોથી જડિત છે, જેનું વજન 21.98 કૅરેટ છે. આમાં ડિમેન્ટોઇડ ગાર્નેટ, ત્સાવોરાઇટ, લીલો નીલમ અને સફેદ હીરાનો સમાવેશ થાય છે. ઘડિયાળનો કેસ વ્હાઇટ ગોલ્ડથી બનેલો છે અને તેમાં મગરના ચામડાનો પટ્ટો પણ છે.
વનતારા પહેલ એ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અને અનંત અંબાણી દ્વારા સ્થાપિત એક વિશાળ વન્યજીવન બચાવ અને પુનર્વસન કેન્દ્ર છે. ગુજરાતના જામનગરમાં સ્થિત, તે લગભગ 3,000 એકરમાં ફેલાયેલું છે. 2,000 થી વધુ પ્રજાતિઓના આશરે 150,000 પ્રાણીઓની અહીં સંભાળ રાખવામાં આવે છે. આ કેન્દ્રમાં એક સમર્પિત હાથી હૉસ્પિટલ, MRI અને CT સ્કૅનની સુવિધાઓ, હાઇડ્રોથેરાપી પૂલ અને આધુનિક સુવિધાઓથી સજ્જ છે. તેનું ઉદ્ઘાટન માર્ચ 2025 માં નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવ્યું હતું. અનંત અંબાણીને મોંઘી ઘડિયાળોનો ખાસ શોખ છે. તેમની પાસે પાટેક ફિલિપ, ઓડેમાર્સ પિગુએટ, રિચાર્ડ મિલે અને રૉલેક્સ જેવી બ્રાન્ડની અનેક ઘડિયાળો છે. અહેવાલો અનુસાર, તેમની કુલ ઘડિયાળ કલેક્શન રૂ. 200 કરોડથી વધુની છે, જેમાં પાટેક ફિલિપની ગ્રાન્ડ માસ્ટર ચાઇમ સૌથી મૂલ્યવાન ઘડિયાળોમાંની એક માનવામાં આવે છે. જેકબ એન્ડ કંપનીની આ નવી ઘડિયાળ માત્ર એક લક્ઝરી ઘડિયાળ નથી, પરંતુ વન્યજીવન સંરક્ષણ અને અનંત અંબાણીના વિઝનનું એક ખાસ પ્રતીક છે.
રિલાયન્સ ગ્રુપના ચેરમેન મુકેશ અંબાણી, રિલાયન્સ ફાઉન્ડેશનના સ્થાપક અધ્યક્ષા નીતા અંબાણી અને અનંત અંબાણીએ સોમનાથ મંદિરમાં ભવ્ય દર્શનમાં હાજરી આપી હતી. તેમણે સોમેશ્વર અને ધ્વજની પણ પૂજા કરી હતી.