10 April, 2025 12:37 PM IST | Amravati | Gujarati Mid-day Correspondent
જૅકલિન અને ચંદન
પહેલાંના જમાનામાં જેને કદી રૂબરૂ જોઈ નથી એવી વ્યક્તિ સાથે પેરન્ટ્સ સંતાનોનાં લગ્ન કરાવી આપતા હતા. હવે તેઓ ઇન્સ્ટાગ્રામ પર થયેલા પ્રેમમાં લગ્ન કરી લે છે. આંધ્ર પ્રદેશના એક ગામડામાં રહેતા ચંદન નામના યુવાનની મુલાકાત ઇન્સ્ટાગ્રામ પર અમેરિકાની જૅકલિન ફૉરેરો નામની ફોટોગ્રાફર યુવતી સાથે થઈ હતી. ચંદન કરતાં જૅકલિન નવ વર્ષ મોટી છે, પરંતુ ઇન્સ્ટાગ્રામ મેસેજ અને વિડિયો કૉલ પર વાતો કરીને તેમનો બૉન્ડ એટલો મજબૂત થઈ ગયો કે જૅકલિન તેની સાથે લગ્ન કરવા ભારત દોડી આવી. આ વાતને સાડાત્રણ વર્ષ થઈ ગયાં છે અને હવે ચંદન પણ જૅકલિન સાથે અમેરિકા પહોંચી ગયો છે.