31 December, 2025 02:18 PM IST | Florida | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
અમેરિકાના ફ્લૉરિડામાં વૈજ્ઞાનિકોને કેટલીક એવી કીડીઓ મળી છે જે પોતાના સાથીઓના જીવ બચાવવા માટે જાતે જ કંઈક ને કંઈક સારવાર અને સર્જરી કરી નાખતી હોય. આ કીડીઓ કાર્પેન્ટર ઍન્ટ્સ તરીકે ઓળખાય છે. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે દુનિયામાં માણસો પછી હવે કીડીઓ પણ સર્જરી કરતી થઈ ગઈ એમ કહેવાય છે. કીડીઓ સર્જરી કઈ રીતે કરતી હશે એવો સવાલ થાય એ સ્વાભાવિક છે, પરંતુ સાયન્ટિસ્ટોએ કાર્પેન્ટર ઍન્ટ્સનું ખૂબ નજીકથી નિરીક્ષણ કરીને તારવ્યું છે કે એમની સર્જરી કરવાની રીત પણ અનોખી હોય છે. જો કોઈ સાથી-કીડીને ઘા વાગ્યો હોય તો એ મોઢાથી સાફ કરી દે છે. જો ઘા ઊંડો હોય તો એ ભાગને કાપીને અલગ કરી નાખે છે જેથી એનો ચેપ બીજા હિસ્સામાં ન ફેલાય. આ કીડીઓને અમુક સર્જરી કરતાં ૨૦થી ૪૦ મિનિટ લાગે છે એ પણ નોંધવામાં આવ્યું હતું. સર્જરી કરીને ઇન્ફેક્ટેડ ભાગ કાપી નાખવાથી ૯૫ ટકા કીડીઓનો જીવ બચી જાય છે.