બુલેટ્સથી વીંધાયેલાં કાણાંને કલાત્મક ચિત્રોમાં તબદીલ કરે છે કલાકાર

19 April, 2026 02:46 PM IST  |  iraq | Gujarati Mid-day Correspondent

તેમણે ગોળીથી વીંધાયેલી દીવાલો, દરવાજા, બારીઓને તેમના અનોખા કળાત્મક નમૂનામાં ટ્રાન્સફૉર્મ કર્યાં છે.

કળાત્મક નમૂના

ઈરાકમાં યુદ્ધ અને સંઘર્ષોની કહાણી માત્ર ન્યુઝ કે ઇતિહાસનાં પુસ્તકો સુધી સીમિત નથી. અહીં રોજબરોજના જીવનમાં તમને ઠેર-ઠેર ગોળીબારને કારણે વીંધાયેલાં બિલ્ડિંગો જોવા મળે છે. તૂટેલી બારીઓ, દીવાલોમાં પડેલાં મોટાં કાણાંઓ અને યુદ્ધની તબાહીની ચાડી ખાતો કાટમાળ જ્યાં પડ્યો હોય ત્યાં એક કલાકાર પહોંચી જાય છે. તેનું કામ છે એ ભયાવહ દૃશ્યને થોડુંક હળવું લાગે એવી કલામાં તબદીલ કરવું. મોખલ્લાદ હબીબ નામના આર્ટિસ્ટ મૂળ સ્ટ્રીટ-આર્ટિસ્ટ છે. તેમનાં ચિત્રો જોવામાં ખૂબ મજેદાર પરંતુ ઊંડો અર્થ વ્યક્ત કરતાં હોય છે. તેમણે ગોળીથી વીંધાયેલી દીવાલો, દરવાજા, બારીઓને તેમના અનોખા કળાત્મક નમૂનામાં ટ્રાન્સફૉર્મ કર્યાં છે. ભયાનક ગોળીબારની ગંભીરતા ઘટાડવા ગોળીનાં કાણાંની આસપાસ મ્યુઝિકની નોટનાં સિમ્બૉલ્સ રચવા કે પછી કાણાં ધરાવતા બિલ્ડિંગની દીવાલ પર આશા અને તારલાઓથી ભરેલું આભ રચી દેવું એ તેમની ખાસિયત છે.

offbeat news iraq international news world news