✕

૧૫,૦૦૦ લોકોએ આસામીઝ લોકનૃત્ય એકસાથે કરવાનો બનાવ્યો વર્લ્ડ રેકૉર્ડ

19 November, 2026 01:23 PM IST  |  Assam | Gujarati Mid-day Correspondent

૧૬ નવેમ્બરે કાસા સ્ટેડિયમમાં જિલ્લાની ૭૫મી વર્ષગાંઠ નિમિત્તે ખાસ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. એમાં અલગ-અલગ જનજાતિઓ અને સમુદાયોના લોકોએ ભાગ લીધો હતો. તમામ સમુદાયોએ એકઠા થઈને નિમસો કેરુંગ નામનું લોકનૃત્ય એકસાથે કરીને સાંસ્કૃતિક વિરાસતનો ઉત્સવ મનાવ્યો.

નિમસો કેરુંગનો ગિનેસ રેકૉર્ડ

આસામના કાર્બી આંગલૉન્ગ જિલ્લામાં નિમસો કેરુંગ નામના કાર્બી લોકનૃત્યનો જબરદસ્ત જલસો યોજાયો હતો. ૧૬ નવેમ્બરે કાસા સ્ટેડિયમમાં જિલ્લાની ૭૫મી વર્ષગાંઠ નિમિત્તે ખાસ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. એમાં અલગ-અલગ જનજાતિઓ અને સમુદાયોના લોકોએ ભાગ લીધો હતો. તમામ સમુદાયોએ એકઠા થઈને નિમસો કેરુંગ નામનું લોકનૃત્ય એકસાથે કરીને સાંસ્કૃતિક વિરાસતનો ઉત્સવ મનાવ્યો હતો. તમામ લોકોએ પરંપરાગત વસ્ત્રો પહેર્યાં હતાં અને કાર્બી વાદ્યોની ધૂન પર રિધમમાં એકસાથે એકસરખાં સ્ટૅપ્સ કર્યાં હતાં. સોમવારે યોજાયેલા આ સામૂહિક નૃત્યને સૌથી મોટી સંખ્યાના લોકનૃત્યના ગિનેસ વર્લ્ડ રેકૉર્ડમાં સ્થાન મળ્યું હતું. કાર્બી આંગલૉન્ગ જિલ્લો ૧૯૫૧ની ૧૭ નવેમ્બરે સ્થપાયો હતો. 

assam culture news classical dancer guinness book of world records offbeat news