પાર્ટીમાં આવવું હોય તો માથે ટકલુ કરો

24 September, 2026 06:59 PM IST  |  Canberra | Gujarati Mid-day Correspondent

ઑસ્ટ્રેલિયાની હૉલી ફૉલર બાળપણથી એલોપેસિયાને કારણે વિગ પહેરતી હતી. જોકે હવે તેણે પોતાની ટાલને સ્વીકારી છે. દોસ્તોએ પણ વાળ શેવ કરાવીને તેનો સાથ આપ્યો અને બર્થ-ડે પાર્ટીમાં સૌએ બાલ્ડ લુક અપનાવ્યો.

ઑસ્ટ્રેલિયાની હૉલી ફૉલર

ઑસ્ટ્રેલિયામાં રહેતી હૉલી ફૉલર લગભગ ૩૦ વર્ષથી વિગ પહેરતી હતી. એનું કારણ હતું બાળપણમાં જ થયેલો એલોપેસિયા નામનો રોગ. આપણે ત્યાં એને ઉંદરી તરીકે ઓળખવામાં આવે છે. આ રોગમાં વાળનાં મૂળિયાં જ ખતમ થઈ જાય છે એટલે ધીમે-ધીમે માથા પર ટાલના પૅચ પડવા લાગે છે. ૬ વર્ષની ઉંમરથી હૉલી આ સમસ્યા ધરાવતી હોવાથી તેણે નકલી વાળની જાતજાતની વિગ્સ વસાવી લીધી છે. ઘરની બહાર નીકળવાનું હોય તો માથે વિગ પહેર્યા વિના તેને બહુ અડવું લાગતું. જોકે થોડા સમય પહેલાં તેણે પોતાની ટાલને ફ્લૉન્ટ કરવાનું નક્કી કર્યું. અલબત્ત, આ માટે તેના દોસ્તોએ ખૂબ સપોર્ટ કર્યો. પોતાની ટાલ સાથે અસહજ મહેસૂસ કરતી હૉલી માટે દોસ્તોએ પણ નક્કી કર્યું કે તેને કમ્ફર્ટેબલ મહેસૂસ થાય એ માટે તેઓ પણ બાલ્ડ લુક અપનાવશે. તેની કેટલીક દોસ્તોએ પણ વાળ શેવ કરાવી લીધાં અને બર્થ-ડે પાર્ટીમાં આમંત્રણ સાથે કહેવામાં આવ્યું કે બધા મહેમાનોએ ટાલ સાથે આવવાનું છે. અલબત્ત, બધાએ વાળ શેવ કરાવવા જરૂરી નહોતા, બધાને પાર્ટીમાં આવતાં પહેલાં માથે પહેરવાની ટોપી આપવામાં આવી જેનાથી તેમના વાળ છુપાઈ જાય અને ટાલ જેવો લુક ક્રીએટ થાય. જન્મદિવસની પાર્ટીમાં હૉલીએ પોતાની ચમચમતી ટાલને ઑર ચમકાવે એવા રંગબેરંગી સ્ટોન્સથી સજાવી હતી. તેનું કહેવું છે, ‘એ રાતે મેં ટાલને અલગ જ દૃષ્ટિકોણથી જોઈ. મને પહેલી વાર લાગ્યું કે ટકલાપણું પણ મજેદાર હોઈ શકે છે. 

australia world news international news offbeat news hatke news