21 October, 2026 01:24 PM IST | Tamil Nadu | Gujarati Mid-day Correspondent
રોબોએ કરી આરતી
તામિલનાડુના કોઇમ્બતુરમાં આયુધ પૂજા દરમ્યાન એક અનોખો નજારો જોવા મળ્યો. અહીં આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ (AI)થી બનેલા હ્યુમન જેવા રોબોએ કપૂર સળગાવીને આરતી કરી અને અગરબત્તી પણ ફેરવી. ટેક્નૉલૉજી અને પરંપરાનો આ અનોખો સમન્વય જોઈને હાજર લોકોનું ધ્યાન ખેંચાયું હતું. આ રોબો બનાવતી કંપનીનો નજારો હતો. દશેરાના દિવસે થતી આયુધ પૂજામાં એ જ કંપનીમાં બનેલા રોબોએ પણ ભાગ લીધો હતો. જેનાથી રોબો બનતા હતા એ વિવિધ મશીનોના સ્પેરપાર્ટ્સની રોબોએ જ પૂજા કરી હતી.