27 July, 2026 08:10 PM IST | Lucknow | Gujarati Mid-day Correspondent
ઉધાર આપેલી રકમ પાછી નહોતી મળતી એટલે યુવાન વિરોધ કરવા ઝાડ પર ઊંધો લટકી ગયો
ઉત્તર પ્રદેશના આઝમગઢમાં ઉધાર આપેલી રકમ પાછી મળતી ન હોવાથી એક યુવાને રિકવરી માટે અનોખો ત્રાગડો રચ્યો હતો. ગયા અઠવાડિયે ફરહાન નામના યુવાને આ કામ કર્યું હતું. તે હાલમાં તેની નાનીને ત્યાં ફરિહા ગામે આવ્યો હતો. ફરહાનનું કહેવું છે કે તેના દિવંગત મામાએ ફરિયા ગામના તૈયબ નામના માણસને ૧.૭૫ લાખ રૂપિયા આપ્યા હતા, એમાંથી માત્ર ૫૭ હજાર રૂપિયા જ પાછા મળ્યા હતા, બાકીની રકમ તેણે પાછી નથી આપી. મામા તો હવે રહ્યા ન હોવાથી તૈયબ પૈસા આપવામાં ટાળમટાળ કરી રહ્યો હતો. એટલે ગામમાં તૈયબ વિરુદ્ધ પ્રદર્શન કરવા માટે ઝાડ પર પોતાના પગ બાંધીને ઊંધા માથે લટકી ગયો હતો. આ જોઈને ગામવાળા ભેગા થઈ ગયા હતા અને પોલીસને જાણ કરી હતી. પોલીસે આવીને તેને સમજાવીને શાંત કરાવીને નીચે ઉતાર્યો હતો.