28 September, 2026 01:50 PM IST | Bengaluru | Gujarati Mid-day Correspondent
AI ટ્રાફિક ચલાન
ટ્રાફિકના નિયમો તોડનારા લોકોને પકડી પાડવા માટે ઠેર-ઠેર લગાવેલા આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ (AI) કૅમેરા પણ ક્યારેક જબરા છબરડા કરી દે છે. બૅન્ગલોરમાં સૌવિક દત્તા નામનો યુવાન પીઠ પર ગિટાર લટકાવીને ઇલેક્ટ્રિક સ્કૂટર પર જઈ રહ્યો હતો ત્યારે તેણે માથે હેલ્મેટ પહેરી હોવા છતાં AI કૅમેરાએ પિલ્યન રાઇડરે હેલ્મેટ ન પહેરી હોવાનો ફૉલ્ટ કાઢીને ૫૦૦ રૂપિયાનું ચલાન કાપ્યું હતું. AIએ પાછળ મૂકેલી ગિટારને માણસ સમજી લીધો હતો. ફોટો સાથે આ ઈ-ચલાન મળતાં સૌવિક ચોંકી ગયો હતો અને તેણે AIની ભૂલને સોશ્યલ મીડિયામાં શૅર કરી હતી.