બૅન્ગલોરમાં બુધવારે થોડી વાર માટે પડછાયો અદૃશ્ય થઈ ગયો હતો

25 April, 2024 11:37 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સૂર્ય જ્યારે ટ્રૉપિક ઑફ કૅપ્રિકોર્ન અને ટ્રૉપિક ઑફ કૅન્સરની વચ્ચેના ભાગમાં હોય ત્યારે દર વર્ષે ઝીરો શૅડો ડે આવે છે.

વિદ્યાર્થીઓની તસવીર

‘સમય સારો ન હોય ત્યારે પડછાયો પણ સાથ છોડી દે છે’ એવી કહેવત છે, પણ બૅન્ગલોરમાં બુધવારે ખરાબ સમયને લીધે નહીં પણ વૈજ્ઞાનિક કારણસર થોડી વાર માટે પડછાયો ખરેખર ગાયબ થઈ ગયો હતો. બુધવારે ઝીરો શૅડો ડે હતો. વર્ષમાં બે દિવસ એવા આવે છે ત્યારે સૂરજ બરાબર માથે હોય ત્યારે પડછાયો ગાયબ થઈ જાય છે. આમ તો સૂર્ય દરરોજ એક વાર માથે હોય છે છતાં પડછાયો અદૃશ્ય થતો નથી. વાત એમ હોય છે કે સૂર્ય જ્યારે ટ્રૉપિક ઑફ કૅપ્રિકોર્ન અને ટ્રૉપિક ઑફ કૅન્સરની વચ્ચેના ભાગમાં હોય ત્યારે દર વર્ષે ઝીરો શૅડો ડે આવે છે. વિશ્વનાં જુદાં-જુદાં સ્થળોએ વર્ષ દરમ્યાન અલગ-અલગ સમયે ઝીરો શૅડો ડે આવે છે. બૅન્ગલોરમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ તથા સામાન્ય લોકોએ ખુલ્લામાં સૂર્યપ્રકાશ નીચે ચીજવસ્તુઓ મૂકીને પડછાયો અદૃશ્ય થાય છે કે નહીં એ તપાસ્યું હતું. ઘણા લોકોએ સોશ્યલ મીડિયા પર ફોટો પણ પોસ્ટ કર્યા હતા.

offbeat videos offbeat news social media bengaluru