આગથી બચવા કૂદેલી મહિલાને ફાયરબિગ્રેડના જવાનોએ ઝીલી લીધી

19 August, 2026 04:35 PM IST  |  Berlin | Gujarati Mid-day Correspondent

બર્લિનમાં ૧૧મા માળે ભીષણ આગ લાગતાં એક મહિલા જીવ બચાવવા બાલ્કનીના છજા પર પહોંચી હતી. ફાયરબ્રિગેડની બાસ્કેટ નવમા માળ સુધી જ પહોંચી શકતાં મહિલાએ તેમાં છલાંગ લગાવી હતી.

આગથી બચવા કૂદેલી મહિલાને ફાયરબિગ્રેડના જવાનોએ ઝીલી લીધી

જર્મનીના બર્લિનમાં એક રુંવાડાં ખડાં કરી દેતું રેસ્ક્યુ-ઑપરેશન જોવા મળ્યું. એક રેલવે-સ્ટેશન પાસેની બહુમાળી બિલ્ડિંગમાં ૧૪ ઑગસ્ટની સવારે ભીષણ આગ લાગી હતી. ૧૧મા માળ પર લાગેલી આગમાં ફ્લૅટમાંથી આગની જ્વાળાઓ ઊઠી રહી હતી. ચોતરફ કાળો ધુમાડો પણ ફેલાઈ રહ્યો હતો. એ સમયે ફ્લૅટમાંથી એક મહિલાને રેસ્ક્યુ કરવામાં આવી હતી. આગથી બચવા માટે મહિલા ઑલરેડી ઘરની બહારની બાલ્કનીના છજા પર ચડી ગઈ હતી. ફાયરબ્રિગેડની સીડી તેને બચાવવા માટે ઊંચી થઈ, પરંતુ એની મૅક્સિમ મેક્સિમમ હાઇટ નવમા માળ સુધી જ પહોંચી. રેસ્ક્યુ માટેનું બાસ્કેટ બહુ મહેનત પછી પણ નવમા માળ સુધી જ પહોંચી શક્યું. એ વખતે મહિલાએ પોતાનો જીવ બચાવવા માટે ૧૧મા માળેથી છલાંગ મારીને નવમા માળ સુધી આવેલી ફાયરબ્રિગેડની બાસ્કેટમાં છલાંગ લગાવી હતી. ફાયરબ્રિગેડના જાંબાઝ જવાનોએ મહિલાને એ બાસ્કેટમાં ઝીલી લીધી હતી. 

berlin germany world news international news viral videos social media offbeat news hatke news