બિહારમાં પકડાયો બૂટલેગર ઘોડો

18 August, 2026 11:25 AM IST  |  Motihari | Gujarati Mid-day Correspondent

બિહારના મોતિહારીમાં પોલીસે દારૂની હેરફેરના કેસમાં એક ઘોડાને પકડ્યો છે. ઘોડા પર ૫૩ લિટર વિદેશી દારૂ લાદવામાં આવ્યો હતો. ઘોડાનો માલિક રાહુલ દારૂની હેરફેર કરતો હોવાનું કબૂલ્યું હતું.

બિહારમાં પકડાયો બૂટલેગર ઘોડો

બિહારના મોતીહારીમાં પોલીસે દારૂની ચોરીના કેસમાં એક ઘોડાને પકડ્યો છે. એ ઘોડા પાસે ૫૩ લિટર વિદેશી દારૂની બૉટલો મળી હતી. બિહારમાં દારૂબંધી છે એટલે રાજ્યમાં ક્યાંય પણ લાઇસન્સ વિના દારૂ લાવવા-લઈ જવા પર પ્રતિબંધ છે. મોતિહારીની પોલીસને બાતમી મળી હતી કે ચોક્કસ રૂટ પરથી દારૂની ખેપ જઈ રહી છે. પોલીસે ત્યાં જાળ ‌બિછાવતાં દારૂની બૉટલો તો મળી પણ એ ઘોડા પર લદાયેલી હતી. ઘોડાને દોરનારો માણસ પોલીસને જોઈને ભાગી ગયો હતો. જોકે પાછળથી પોલીસે તેને પકડી પાડ્યો હતો જે ઘોડાનો માલિક હતો. રાહુલ નામના આ માલિકે દારૂની હેરફેરમાં સંડોવણી કબૂલી લીધી હતી. તે લગ્નોમાં ઘોડા ભાડે આપવાનો બિઝનેસ કરે છે, પરંતુ લગ્નની સીઝન ન હોય ત્યારે તેને ખૂબ આર્થિક ખેંચ પડે છે. ઑફ સીઝનમાં બે પૈસા કમાઈ લેવા માટે તેણે દારૂની હેરફેર કરવાનું શરૂ કર્યું હતું. ઘોડા પર દારૂ લાવવા-લઈ જવાથી પોલીસને એની ખબર પણ નહોતી પડતી. હવે રાહુલ અને તેના ઘોડા બન્ને પર દારૂચોરીનો કેસ નોંધવામાં આવ્યો છે.

 

bihar Crime News viral videos offbeat news hatke news