૧૧ વર્ષનો ટેણિયો ૯૦ પ્રકારના અવાજ કાઢે છે

12 June, 2026 02:38 PM IST  |  Bihar | Gujarati Mid-day Correspondent

બિહારના મુઝફ્ફરપુરનો ૧૧ વર્ષનો ટાબરિયો જબરદસ્ત ટૅલન્ટેડ છે. અંશ નામનો આ છોકરો ગળામાંથી ૯૦ પ્રકારના અવાજો કાઢી શકે છે

અંશ

બિહારના મુઝફ્ફરપુરનો ૧૧ વર્ષનો ટાબરિયો જબરદસ્ત ટૅલન્ટેડ છે. અંશ નામનો આ છોકરો ગળામાંથી ૯૦ પ્રકારના અવાજો કાઢી શકે છે. તે જાણીતી હસ્તીઓ, સેલિબ્રિટીઝ, રાજનેતાઓ ઉપરાંત જાનવરો અને પંખીઓના અવાજો પણ હૂબહૂ કાઢે છે. ગાય, બકરી, કૂતરો, બિલાડી જેવાં પશુઓ અને વિવિધ પંખીઓના કલરવને અલગ તારવી શકાય એ રીતે તે અવાજ કાઢે છે. તેનો અવાજ સાંભળીને અસલી અને નકલીનો ભેદ કરવાનું મુશ્કેલ થઈ જાય છે. તે લાલુ પ્રસાદ યાદવ, ચિરાગ પાસવાન, અખિલેશ યાદવ જેવા નેતાઓના ટોનમાં મિમિક્રી પણ કરે છે.

offbeat news bihar india muzaffarnagar