ઉત્તર પ્રદેશના વિધાનસભ્યએ કહ્યું, લસણ-કાંદા વિના માછલી રાંધો એ શાકાહારી જ કહેવાય

13 August, 2026 03:34 PM IST  |  Lucknow | Gujarati Mid-day Correspondent

ઉત્તર પ્રદેશના પ્રધાન સંજય નિષાદે શ્રાવણ મહિનામાં શાકાહાર અંગે વિચિત્ર નિવેદન કરતાં કહ્યું કે કાંદા-લસણ વિના રાંધેલી માછલીને શાકાહારી કહી શકાય.

સંજય નિષાદ

ઉત્તર પ્રદેશમાં વિધાનસભાની ચૂંટણી નજીક આવે એટલે ધડમાથાં વિનાનાં નિવેદનો શરૂ થઈ જાય છે. તાજેતરમાં યોગી આદિત્યનાથની કૅબિનેટના પ્રધાન સંજય નિષાદની જીભ લપસી હતી. તેમણે એક કાર્યક્રમમાં પોતાના વક્તવ્ય દરમ્યાન શાકાહાર વિશે કમેન્ટ કરી હતી. શ્રાવણ મહિનામાં હિન્દુઓ ચુસ્ત શાકાહારી ભોજન કરતા હોય છે અને એમાં સંજય નિષાદે કહ્યું હતું, ‘કાંદા-લસણ વિના રાંધેલી માછલી શાકાહારી જ કહેવાય.’
આ કાર્યક્રમ દરમ્યાન મંચ પર બેઠેલી કોઈ પણ વ્યક્તિએ આ સાંભળીને કોઈ રીઍક્શન નહોતું આપ્યું, પરંતુ સંજય નિષાદ આ વિધાન પછી સ્માઇલ કરતા જોવા મળ્યા હતા. 

uttar pradesh yogi adityanath lucknow political news offbeat news hatke news