16 November, 2025 02:46 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
જોઈ ન શકતા આ દાદાએ કરેલા કામની ખોબલે-ખોબલે સરાહના થઈ રહી છે
કોઈ પણ રાજ્યની સરકારી ટ્રાન્સપોર્ટ વ્યવસ્થાની બસો ક્યાંક ને ક્યાંક ડૅમેજ થયેલી હોય તો કોઈને નવાઈ નથી લાગતી. ક્યાંક સીટની બાજુનું કે સીટની પાછળનું હૅન્ડલ તૂટી ગયું હોય તો એમ જ સરકારી પ્રૉપર્ટી તો આવી જ હોય એમ કહીને આપણે અવગણીએ છીએ. જોકે જોઈ ન શકતા એક દાદાએ કરેલું અનુકરણીય કામ સોશ્યલ મીડિયા પર ખૂબ વાહવાહી મેળવી રહ્યું છે. દાદા જે સીટ પર બેઠા છે એની આગળની સીટ પર લગાવેલું હૅન્ડલ છૂટું પડી ગયેલું છે. દાદા પોતાના થેલામાંથી સ્ક્રૂ-ડ્રાઇવર કાઢીને એને ફિક્સ કરે છે. તેઓ જોઈ નથી શકતા એટલે હૅન્ડલ પર હાથ ફેરવીને અંદાજ લગાવીને સ્ક્રૂ ફિટ કરવાનું કામ કરે છે. આ ઘટનાનો વિડિયો વાઇરલ થયો છે અને લોકોનું કહેવું છે કે કંઈક સારું કામ કરવા માટે નીયતની જરૂર હોય છે.