શરમજનક! સેક્સ ટૉય ડિલિવરી કરી ગયેલ બ્લિંકિટના માણસે મહિલા કસ્ટમરને ફોન કરીને કહ્યું, “મને યુઝ...”

27 May, 2026 10:48 AM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

Blinkit Harassment Case: એક મહિલા કસ્ટમરે બ્લિંકિટ પર વાઇબ્રેટર મગાવ્યું હતું. આ પ્રોડક્ટ ઘરે આપવા આવેલ ડિલિવરી પાર્ટનરે મહિલાને અભદ્ર વાત કરી હતી જેથી આ મામલો બિચક્યો છે. મહિલાએ ડિલિવરી પાર્ટનર પર અયોગ્ય વર્તનનો આરોપ મૂક્યો છે.

પ્રતીકાત્મક તસવીર

Blinkit Harassment Case: ઓનલાઈન શોપિંગનો ટ્રેન્ડ ખૂબ જ વધી ગયો છે. લોકો નાનામાં નાની પ્રોડક્ટ ઓનલાઈન ઓર્ડર કરે છે. પણ, આ પ્રોડક્ટને ઘરે આપવા આવતા ડિલિવરી પાર્ટનર્સ તરફથી ઘણીવાર ગેરવર્તન કરવામાં આવે છે. આમાં ગ્રાહકની ખાસ કરીને મહિલા કસ્ટમર્સની પ્રાઈવસી જોખમાય છે. એમાં પણ આજે તો ક્વિક-કોમર્સ પ્લેટફોર્મ્સ કોન્ડોમ, લ્યુબ્રિકન્ટ્સ અને મસાજર્સ પણ મિનિટોમાં પહોંચાડતા થઈ ગયા છે ત્યારે પ્રાઈવસીનો ભંગ થતો હોય છે. 

આવો જ એક હેરાન કરી મૂકે એવો કિસ્સો સામે આવ્યો છે. એક મહિલા કસ્ટમરે બ્લિંકિટ પર વાઇબ્રેટર મગાવ્યું હતું. આ પ્રોડક્ટ ઘરે આપવા આવેલ ડિલિવરી પાર્ટનરે મહિલાને અભદ્ર વાત કરી હતી જેથી આ મામલો બિચક્યો છે. મહિલાએ ડિલિવરી પાર્ટનર પર અયોગ્ય વર્તનનો આરોપ મૂક્યો છે. 

શું છે આ મામલો?

મહિલા કસ્ટમરે (Blinkit Harassment Case) લિંક્ડઇન પોસ્ટ કરી હતી તે અનુસાર પૂજા જોશીએ બ્લિંકિટ પર સેક્સ ટોય ઓર્ડર કર્યું હતું. પણ આ પ્રોડક્ટ મગાવતાં મગાવી ગયેલી આ મહિલાએ જે હેરાનગતિ સહન કરવી પડી એ ખરેખર ઓનલાઈન શોપિંગ પર સવાલ ઉઠાવે છે. બન્યું એમ કે મહિલાએ બ્લિંકિટ પરથી કોઈ સેક્સ્યુઅલ વેલનેસ પ્રોડક્ટનો ઓર્ડર આપ્યો હતો. આ પ્રોડક્ટની ડિલિવરી કરવા એક શખ્સ મહિલાના ઘરે આવ્યો હતો. આમ તો પૂજાને દરવાજો ખોલતાંની સાથે જ કંઇક ખરાબ થઈ રહ્યું છે અથવા થવાનું છે એની ગંધ આવી ગઈ હતી એટલે તેણે તરત જ પાર્સલ લઈને દરવાજો લોક કરી નાખ્યો. તેણે ઘરમાં જઈને જોયું તો પાર્સલ ખુલ્લુ હતું એટલે કે એને ડિલિવર કરતાં પહેલાં ખોલવામાં આવ્યું હતું. વાત તો ત્યારે વણસી જ્યારે થોડીવારમાં પેલા ડિલિવરી એજન્ટે પૂજાને ફોન કર્યો અને કહ્યું કે, "યે સબ ક્યૂ યૂઝ કર રહી હો મૈમ, મુઝે કર લો યૂઝ... બહુત મજા દૂંગા" આ સાંભળતાની સાથે જ પૂજાના પગ તળેથી જમીન સરકી ગઈ હતી. આટલું જ નહીં આમ કહ્યા બાદ પેલાએ આ વાત જાહેર કરશે તો જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. પછી તેણે માફીય માગી. પણ આ એવું વર્તન હતું કે જેને પૂજા તો શું કોઈ પણ માફ ન કરી શકે. 

નેટિઝન્સ ભડકી ગયા 

આ પોસ્ટ (Blinkit Harassment Case) પર અનેક લોકો ડિલિવરી પાર્ટનર સામે ગુસ્સો ઠાલવી રહ્યા છે. એક યુઝરે કહ્યું કે, "વેલનેસ પ્રોડક્ટનો ઓર્ડર આપવાથી એવું તો સાબિત નથી જ થતું કે મહિલા શારીરિક સુખ મેળવવા આમંત્રણ આપી રહી છે" વળી અનેક મહિલાઓએ પણ પૂજા સાથે થયેલા આ ગેરવર્તનનો ભારે વિરોધ નોંધાવ્યો છે. 

બ્લિંકિટે બરતરફ કરી દીધો 

પૂજાએ ફરિયાદ (Blinkit Harassment Case) કરતાં જ બ્લિંકિટની કસ્ટમર સપોર્ટ ટીમે તરત જ જવાબ આપ્યો હતો. બાદમાં, કંપનીએ જાહેરમાં ટિપ્પણી કરી હતી કે તે આ મામલા બદલ ખેદ અનુભવે છે અને આ મામલાની તપાસ શરૂ કરી દીધી છે. પ્રાપ્ત માહિતી અનુસાર બ્લિંકિટે પેલા ડિલિવરી પાર્ટનરને બરતરફ કરી દીધો છે.

offbeat news social media social networking site sexual crime Crime News