દુનિયાની સૌથી મોંઘી ગાય ૩૫ કરોડ રૂપિયાની, આટલામાં તો ૨૦ ડિફેન્ડર કાર આવી જાય

30 August, 2026 12:01 PM IST  |  Brasília | Gujarati Mid-day Correspondent

બ્રાઝિલમાં નેલોર પ્રજાતિની વિયાટિના-૧૯ ગાયના એક તૃતીયાંશ માલિકીના હકની ૧.૪૪ મિલ્યન ડૉલરમાં હરાજી થઈ. સંપૂર્ણ માલિકી માટે કિંમત લગભગ ૩૫ કરોડ રૂપિયા થાય છે, જેને કારણે તે વિશ્વની સૌથી મોંઘી ગાય બની છે.

દુનિયાની સૌથી મોંઘી ગાય ૩૫ કરોડ રૂપિયાની, આટલામાં તો ૨૦ ડિફેન્ડર કાર આવી જાય

ભારતમાં ગાયને માત્ર પ્રાણી નહીં, પૂજનીય પરંપરાનો ભાગ ગણવામાં આવે છે. જોકે બ્રાઝિલમાં ગાય અને ગાયનું દૂધ એ કમર્શિયલ કૉમોડિટી હોવાથી ગાયો એક બહુ જ મહત્ત્વનું પ્રાણી છે. તાજેતરમાં બ્રાઝિલમાં સાડાચાર વર્ષની એક ગાયનું ઑક્શન થયું. આ ગાયની માલિકીના માત્ર વન-થર્ડ ભાગના હકોનું જ વેચાણ એમાં થવાનું હતું. એમ છતાં અરન્ડુ નામના ગામમાં થયેલા ઑક્શનમાં વિયાટિના-૧૯ નામની આ ગાયની ૧.૪૪ મિલ્યન ડૉલર એટલે કે લભગગ ૧૧.૭ કરોડ રૂપિયા બોલી લગાવવામાં આવી હતી. જો ત્રીજા ભાગની માલિકીના હકની દૃષ્ટિએ જોઈએ તો સંપૂર્ણ માલિકીહક મેળવવા માટે વ્યક્તિએ ત્રણગણા એટલે કે લગભગ ૩૫ કરોડ રૂપિયા ચૂકવવા પડે. આ જ કારણોસર વિયાટિના-૧૯ને હવે વિશ્વની સૌથી મોંઘી ગાયનો ખિતાબ મળ્યો છે. 
નેલોર પ્રજાતિની આ ગાયો ખૂબ યુનિક ખાસિયતો ધરાવે છે જે એને બીજી પ્રજાતિથી અલગ પાડે છે. આ ગાયો સફેદ દૂધ જેવી ગોરી અને ચમકદાર હોય છે. ખભા પર ખૂબ ઊંચી ખૂંધ નીકળેલી હોય છે. આ ગાયો ગરમીમાં પણ બહુ સરળતાથી જાતને સર્વાઇવ કરી શકે છે અને સારીએવી માત્રામાં દૂધ આપે છે. 

brazil world news international news offbeat news hatke news