૫૦૦ કિલો લેગ પ્રેસ કરનારો જાણીતો બૉડી-બિલ્ડર બાવીસ વર્ષની નાની વયે મૃત્યુ પામ્યો

28 May, 2026 02:22 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

તેના શરીરમાં જીવલેણ સ્તરે શુગર લો થઈ ગયાનું કારણ શું એ હવે સંશોધનનો વિષય છે. 

બ્રાઝિલનો જાણીતો બૉડી-બિલ્ડર અને ફિટનેસ ઇન્ફ્લુઅન્સર ગૅબ્રિઅલ ગૅન્લી

બ્રાઝિલનો જાણીતો બૉડી-બિલ્ડર અને ફિટનેસ ઇન્ફ્લુઅન્સર ગૅબ્રિઅલ ગૅન્લી તેના ઘરમાં જ મૃત મળી આવ્યો હતો. ખૂબ નાની ઉંમરે ગૅબ્રિઅલે બૉડી-બિલ્ડિંગની દુનિયામાં નામ કમાઈ લીધું હતું. તેણે લેગ પ્રેસ એક્સરસાઇઝમાં ૫૦૦ કિલો વજન પ્રેસ કર્યું હતું એ વિડિયો વાઇરલ થયા પછી તો ફિટનેસજગતમાં તેની જબરી બોલબાલા વધી હતી. આટલી ફિટ વ્યક્તિ નાની ઉંમરે કેવી રીતે મૃત્યુ પામે એ બાબતે ફિટનેસ નિષ્ણાતો પણ શૉક્ડ છે. જોકે ગૅબ્રિઅલનું મૃત્યુ થવાનું કારણ બહાર આવ્યું છે એમાં કહેવાય છે કે તે લો બ્લડશુગરને કારણે મૃત્યુ પામ્યો છે. તેના શરીરમાં જીવલેણ સ્તરે શુગર લો થઈ ગયાનું કારણ શું એ હવે સંશોધનનો વિષય છે. 

offbeat news brazil international news world news healthy living health tips