28 October, 2026 06:57 AM IST | Brazil | Gujarati Mid-day Correspondent
વાઇરલ વિડીયોમાંથી સ્ક્રીનશૉટ
બ્રાઝિલમાં તાનાજુરા નામની ખાસ કીડીઓ પાંદડાં કાતરવાનું કામ કરે છે. આ કીડીઓ સામાન્ય કરતાં કદમાં મંકોડા જેટલી મોટી હોય છે. અહીં કેટલાક વિસ્તારોમાં કીડીઓ ખાવાની પરંપરા રહી છે. વરસાદના મોસમમાં આ કીડીઓ ઝાડની બખોલમાંથી બહાર નીકળે છે એ વખતે સ્થાનિકો એને ખોબા ભરીને એકઠી કરે છે. સામાન્ય રીતે લોકો એ કીડીઓને આગમાં ભૂંજીને અથવા તો અન્ય પકવાનોમાં ગાર્નિશ તરીકે વાપરીને ખાય છે. જોકે એડ્રિયાનો બોલાડો નામના એક ફિટનેસ-ઇન્ફ્લુઅન્સરે તાજેતરમાં જીવતી કીડીઓ ખાતો વિડિયો શૅર કરીને સોશ્યલ મીડિયા પર અરેરાટી ફેલાવી દીધી હતી. તેણે કેમ જીવતી કીડીઓ ખોબો ભરીને ખાઈ લીધી એનું કોઈ કારણ જણાવ્યું નહોતું.