04 November, 2026 10:53 AM IST | Turkey | Gujarati Mid-day Correspondent
વાઇરલ વિડીયોમાંથી સ્ક્રીનશૉટ
લગ્ન પહેલાં એક દુલ્હન ફોટોશૂટને યાદગાર બનાવવા માટે ટર્કીના ઇસ્તાંબુલના દરિયાકિનારે પહોંચી હતી. ફોટોગ્રાફર્સની ટીમ અને ૨૫-૩૦ હીલિયમ ગૅસના ફુગ્ગાના બૅકડ્રૉપ સાથે કંઈક હટકે ફોટોશૂટ કરવાની ઇચ્છા હતી. ફોટોગ્રાફરે ટુ બી દુલ્હનને હાથમાં ફુગ્ગા આપીને પોઝ માટે ઊભા રહેવા કહ્યું ત્યારે જ એટલોબધો પવન ફૂંકાયો કે ગૅસ ભરેલા ગુબ્બારા હવામાં ખેંચાવા લાગ્યા. દુલ્હન હલકીફૂલ હતી એટલે તે પણ એ ફુગ્ગાની સાથે ખેંચાવા લાગી. લગભગ ૫૦-૧૦૦ મીટર દૂર સુધી દુલ્હન ફુગ્ગા સાથે ઘસડાઈ અને ફુગ્ગા કિનારા પાસેની એક દીવાલ પર જઈને અટક્યા ત્યારે એ હવામાં ઊંચે ઊડવા લાગે એવી શક્યતા હતી. જોકે એ જ વખતે ફોટોગ્રાફર ત્યાં દોડી આવ્યો અને દુલ્હનને પકડી લીધી. જો બે-ચાર સેકન્ડ પણ મોડું થયું હોત તો દુલ્હન ફુગ્ગા સાથે હવામાં ઊડવા લાગી હોત.