જુવાન થવા માટે બ્રિટિશ મહિલાએ લોહી ફિલ્ટર કરાવ્યું, હવે ૭ વર્ષ નાની થઈ ગઈ

01 February, 2026 11:51 AM IST  |  England | Gujarati Mid-day Correspondent

ઇંગ્લૅન્ડના બકિંગહૅમશરમાં રહેતી ૩૬ વર્ષની મહિલાનો દાવો છે કે લોહી ફિલ્ટર કરાવવાથી ઉંમર ઘટી જાય છે.

૩૬ વર્ષની મહિલાનો દાવો છે કે લોહી ફિલ્ટર કરાવવાથી ઉંમર ઘટી જાય છે.

ઇંગ્લૅન્ડના બકિંગહૅમશરમાં રહેતી ૩૬ વર્ષની મહિલાનો દાવો છે કે લોહી ફિલ્ટર કરાવવાથી ઉંમર ઘટી જાય છે. ઉંમરને કારણે પેદા થતાં ટૉક્સિન્સ લોહીમાં જ સંઘરાઈ રહેતાં હોય છે જેને ફિલ્ટર કરીને સાફ કરાવવાથી કેટલાંય વર્ષનાં સ્ટ્રેસ અને ટૉક્સિન્સ ઘટી જાય છે. ટ્રેસી નામનાં આ બહેને તાજેતરમાં આખા શરીરમાંથી લોહીને ફિલ્ટર કરવાની પ્રોસેસ કરાવીને ૪૦૦ મિલીલિટર જેટલો કચરો બહાર ફેંકાવ્યો હતો. આ પ્રક્રિયા માટે ખાસ મશીન વપરાય છે. શરીરમાંથી લોહી નીકળીને એ મશીનમાં જાય છે. એમાં ખાસ ફિલ્ટર્સ લગાવેલાં હોય છે જે ગળણીનું કામ કરીને કચરો દૂર કરે છે. એક વાર આ પ્રક્રિયા કરાવવાથી વ્યક્તિ પાંચથી ૭ વર્ષ યંગ મહેસૂસ કરે છે. ટ્રેસીએ બે લાખ રૂપિયામાં આ કામ કરાવ્યું હતું અને હવે તેનું એનર્જી-લેવલ એટલું સરસ થઈ ગયું છે કે જિમમાં વજન પણ વધુ ઊંચકી શકે છે અને શરીરમાં સોજો પણ ઓછો લાગે છે. પહેલાં કરતાં વધુ સારી અને ઘેરી ઊંઘ આવે છે અને ૭ વર્ષ યંગ થઈને ૨૮-૨૯ વર્ષની ફીલ આવે છે. 

offbeat news england international news world news