મગજમાં ખતરનાક ગાંઠ છે એમ સમજીને ૧૧ વર્ષ સુધી કીમોથેરપી લીધા પછી ખબર પડી કે દરદીને કૅન્સર જ નથી

18 September, 2026 03:57 PM IST  |  Britain | Gujarati Mid-day Correspondent

બ્રિટનમાં બેકી જોન્સ નામની યુવતી ૨૧ વર્ષની હતી ત્યારે તેના મગજમાં ટ્યુમર હોવાનું નિદાન થયું હતું. કૅન્સરનું ટ્યુમર હોવાથી તેને સારવાર માટે કીમોથેરપી આપવામાં આવી. કીમોથેરપીનાં સેશન્સ ૧૧ વર્ષ સુધી ચાલ્યાં.

મગજમાં ખતરનાક ગાંઠ છે એમ સમજીને ૧૧ વર્ષ સુધી કીમોથેરપી લીધા પછી ખબર પડી કે દરદીને કૅન્સર જ નથી

બ્રિટનમાં બેકી જોન્સ નામની યુવતી ૨૧ વર્ષની હતી ત્યારે તેના મગજમાં ટ્યુમર હોવાનું નિદાન થયું હતું. કૅન્સરનું ટ્યુમર હોવાથી તેને સારવાર માટે કીમોથેરપી આપવામાં આવી. કીમોથેરપીનાં સેશન્સ ૧૧ વર્ષ સુધી ચાલ્યાં. જ્યારે તે ૩૪ વર્ષની થઈ ત્યારે તેણે બીજા કેટલાક ડૉક્ટરોને કન્સલ્ટ કર્યા તો ખબર પડી કે તેને કૅન્સર છે જ નહીં. વાત એમ હતી કે ૨૦૧૨માં તેને માથાનો દુખાવો થતો હતો. એ વખતે બ્રેઇન-સ્કૅન કરવામાં આવ્યું તો મગજમાં એક ઘા દેખાયો. એ વખતે સારવાર કરનારા ડૉક્ટરોને એ ઘા અને ઘાને કારણે ઊપસેલો ભાગ ખતરનાક ટ્યુમર હોવાનું લાગ્યું હતું. તેને એવું પણ કહેવામાં આવ્યું કે તેની પાસે હવે બહુ ઓછા દિવસો બચ્યા છે. કૅન્સરના નિષ્ણાતે તેને કીમોથેરપી આપવાનું શરૂ કર્યું. કીમોથેરપીના સ્લો ડોઝને કારણે તે ખૂબ જ બીમાર રહેવા લાગી. ભણ્યા પછી પણ કંઈ કામકાજ કરી શકતી નહોતી. જોકે તેણે હાર ન માની. પોતાની બીમારી માટે તેણે અન્ય નિષ્ણાતોને કન્સલ્ટ કર્યા. તેમણે કેટલાંક પરીક્ષણો કરાવ્યાં તો ખબર પડી કે મગજમાં કોઈ કૅન્સરની ગાંઠ નથી, માત્ર સોજો છે, આ સોજો તો સ્ટેરૉઇડ્સથી પણ દૂર થઈ શકે એમ છે. બેકી એ પછી સ્ટેરૉઇડ્સ દ્વારા સાજી થઈ હતી અને તેણે ૧૧ વર્ષ સુધી નાહક કીમોથેરપી લેવડાવનારા હેલ્થ સેન્ટર સામે કેસ કર્યો છે.

offbeat news great britain cancer international news health tips