17 May, 2026 12:41 PM IST | Britain | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
બ્રિટનની ડેબી વુડ નામની મહિલાને સોશ્યલ મીડિયા પર સૌથી ઈર્ષાળુ અને શંકાશીલ પત્ની કહેવામાં આવી રહી છે. એનું કારણ એ છે કે ડેબીને પતિ સ્ટીવ વુડ પર સતત શંકા રહે છે. પતિ ઘરે આવે એટલે પહેલાં તે લાઇ-ડિટેક્ટર ટેસ્ટ કરે છે. ડેબીનું કહેવું હતું કે તેને હંમેશાં ડર રહેતો હતો કે તેનો પતિ ક્યાંક તેને દગો તો નથી કરી રહ્યોને? ડેબીની વાત ઇન્ટરનેટ પર ખૂબ ઝડપથી વાઇરલ થઈ રહી છે અને લોકોમાં ચર્ચા જાગી છે કે શું પતિએ રોજેરોજ આટલી શંકાનો સામનો કરીને પણ સાથે રહેવું જોઈએ?