✕

યુરોપને સલામત માનીને બુગાટીના CEOને કારમાં ચાવી રાખવાનું ભારે પડ્યું, ૨૮.૫ કરોડની કાર ચોરાઈ

01 November, 2026 01:23 PM IST  |  Europe | Gujarati Mid-day Correspondent

આ કાર એક સ્થાનિક માણસે ચોરી હતી, જેને ક્રોએશિયાની સરહદ પાર કર્યા બાદ ઑસ્ટ્રિયામાં શોધી કાઢવામાં આવ્યો અને પકડી પાડવામાં આવ્યો હતો. આ કાર પાછી મળી ગઈ છે અને આ ઘટનાનો અનુભવ મેટ રિમાકે સોશ્યલ મીડિયામાં વિડિયો બનાવીને મૂક્યો છે.

CEOની કાર ચોરાઈ

યુરોપ સુરક્ષિત હોવાનું માનીને લક્ઝરી કારનિર્માતા કંપની બુગાટીના ચીફ એક્ઝિક્યુટિવ ઑફિસર (CEO) મેટ રિમાકે કારમાં ચાવી છોડી દીધી હતી, પણ તેમની કાર ચોરાયા બાદ તેમણે હવે કાર બંધ કરીને ચાવી સાથે રાખવાનો નિર્ણય લીધો છે. મેટ રિમાકે ક્રોએશિયામાં આવેલી ફૅક્ટરીની બહાર તેમની ૩ મિલ્યન ડૉલર (આશરે ૨૮.૫ કરોડ રૂપિયા)ની લક્ઝરી સ્પોર્ટ્સકાર ‘શિરોન’માં ચાવી મૂકી રાખી હતી. તેમને લાગતું હતું કે ક્રોએશિયા સુરક્ષિત છે. જોકે કારની ચોરી બાદ તેમણે કહ્યું છે કે હવે તેઓ આવું કરવાનું બંધ કરી દેશે. આ કાર એક સ્થાનિક માણસે ચોરી હતી, જેને ક્રોએશિયાની સરહદ પાર કર્યા બાદ ઑસ્ટ્રિયામાં શોધી કાઢવામાં આવ્યો અને પકડી પાડવામાં આવ્યો હતો. આ કાર પાછી મળી ગઈ છે અને આ ઘટનાનો અનુભવ મેટ રિમાકે સોશ્યલ મીડિયામાં વિડિયો બનાવીને મૂક્યો છે.

croatia sports motor sports world news international news offbeat news europe