કૅડબરી ડેરી મિલ્ક પાસેથી `મરાઠી` બોલતા શીખો: કોઈ ભય કે દબાણ સાથે નહીં પણ આ રીતે

16 August, 2025 07:14 AM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

મહારાષ્ટ્રમાં મરાઠી જ... આ ચળવળમાં શું હવે મોઢું મીઠું કરાવતી કૅડબરી ડેરી મિલ્ક પણ જોડાઈ રહી છે? તમને પણ આ પ્રશ્ન થશે. કૅડબરી ચૉકલેટનું નવું પૅકેટ કંઈક આવું જ કહી રહ્યું છે. હા, કૅડબરીએ હવે ‘થોડું મરાઠી’ બોલીને મરાઠી શીખવવાનું શરૂ કર્યું છે.

મરાઠી બોલતા શિખવાડશે ડેરી મિલ્ક (તસવીર: X)

મહારાષ્ટ્રમાં ફક્ત ‘મરાઠી’ ભાષા જ બોલવી તેવો વિવાદ વધી રહ્યો છે. છેલ્લા અનેક મહિનાઓથી અમરાઠી લોકો પર મરાઠી બોલવાનું ફરજિયાત કરવાનો દબાણ કરવામાં આવી રહ્યો છે. જોકે હવે દાવો કરવામાં આવ્યો છે કે ચૉકલેટ કંપની કૅડબરી ડેરી મિલ્ક પણ જોડાઈ છે, જોકે તેમણે કોઈને માર માર્યા અને દબાણ કરવા કર્યા વગર લોકોને મરાઠી બોલતા શિખડાવવાનું અભિયાન શરૂ કર્યું છે. ડેરી મિલ્કની આ ઝુંબેશની સોશિયલ મીડિયા પર ખૂબ જ ચર્ચા અને વખત થઈ રહ્યા છે. તો ચાલો જાણીએ શું છે આ વાયરલ પોસ્ટ.

મહારાષ્ટ્રમાં મરાઠી જ... આ ચળવળમાં શું હવે મોઢું મીઠું કરાવતી કૅડબરી ડેરી મિલ્ક પણ જોડાઈ રહી છે? તમને પણ આ પ્રશ્ન થશે. કૅડબરી ચૉકલેટનું નવું પૅકેટ કંઈક આવું જ કહી રહ્યું છે. હા, કૅડબરીએ હવે ‘થોડું મરાઠી’ બોલીને મરાઠી શીખવવાનું શરૂ કર્યું છે. કૅડબરીના નવા રૅપર પર અંગ્રેજી અને મરાઠી સંવાદના નાના વાક્યો લખવામાં આવ્યા છે. કૅડબરીની આ પહેલની લોકો પ્રશંસા કરી રહ્યા છે, અને કેટલાકે રાજ ઠાકરેની ભૂમિકાનો પણ ઉલ્લેખ કર્યો છે.

સોશિયલ મીડિયા પર કૅડબરી ચૉકલેટનો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે. તેના પર અંગ્રેજીમૅ વાક્યો લખી તેને મરાઠીમાં શું કહેવાય તે લખવામાં આવ્યું છે. લોકો આ ફોટોની ખૂબ પ્રશંસા કરી રહ્યા છે.

કૅડબરીએ શું લખ્યું છે?

`બસ ઝરા મરાઠી...`, થેન્ક યૂ - ધન્યવાદ`, `વૉટ? – કાય`, `હાઉ આર યૂ? – કસે આહાત?`, `સૉરી’ - માફ કરા`, `નીડ હેલ્પ – મદત હવી કા?`, લિટલ – જરા, `ઈવનિંગ – સંધ્યાકાળ’. એવું કૅડબરીનાં રૅપર પર લખવામાં આવ્યું છે. મરાઠીને પ્રોત્સાહન આપવા માટે કૅડબરીની આ પહેલની સોશિયલ મીડિયા પર પ્રશંસા થઈ રહી છે. બૃહન્મહારાષ્ટ્ર મરાઠી મંડળે પણ ડેરી મિલ્કનો જવાબ આપતા કહ્યું છે કે “મંડળ આભારી આહે”. કેટલાકે કહ્યું છે કે આ ખૂબ જ સારી પહેલ છે. કેટલાક કહે છે કે આ મનસેનું પરિણામ છે.

રાજ ઠાકરેના વાક્યને યાદ કર્યા

એક યુઝરે કહ્યું છે કે, `તમારી ભાષામાં અડગ રહો, દુનિયા ચોક્કસ તમારી નોંધ લેશે,` રાજ ઠાકરેના વાક્યથી મને આજે આ વાત યાદ આવી ગઈ. કૅડબરી ડેરી મિલ્કે મરાઠી શીખવવા માટે એક અનોખી, નાની છતાં મીઠી પહેલ અમલમાં મૂકી છે અને ડેરી મિલ્કની ચોક્કસપણે પ્રશંસા થવી જોઈએ.` એક યુઝરે તો એવું પણ સૂચન કર્યું છે કે રાજ્ય સરકારે મરાઠીના સંરક્ષણ માટે આવી પહેલ અમલમાં મૂકવી જોઈએ. ‘આવી પહેલ મહારાષ્ટ્ર સરકાર, મુંબઈ, પુણે, નાસિક જેવી મહાનગરપાલિકાઓએ તેમની જાહેરાતો દ્વારા લાગુ કરવી જોઈએ. મરાઠી ઉદ્યોગપતિઓએ પણ તેમના ઉત્પાદનો પર આવું કરવું જોઈએ. આ માળખાકીય ભાષાનું સંરક્ષણ અને પ્રચાર છે,` યુઝરે કહ્યું.

maharashtra navnirman sena maharashtra news Education maharashtra government