કૅલિફૉર્નિયાની મહિલાએ બિલાડીનું બચ્ચું સમજીને શિયાળનું બચ્ચું પાળ્યું

19 May, 2022 09:05 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

કૅલિફૉર્નિયાના રૉકલિન પોલીસ વિભાગે જણાવ્યું કે હાલમાં એક મહિલા બિલાડીના બચ્ચાને બચાવીને પોતાના ઘરે લઈ ગઈ હતી.

કૅલિફૉર્નિયાની મહિલાએ બિલાડીનું બચ્ચું સમજીને શિયાળનું બચ્ચું પાળ્યું

કૅલિફૉર્નિયાના રૉકલિન પોલીસ વિભાગે જણાવ્યું કે હાલમાં એક મહિલા બિલાડીના બચ્ચાને બચાવીને પોતાના ઘરે લઈ ગઈ હતી. તેનું માનવું હતું કે એ બચ્ચું અનાથ કે પછી તેના માલિકો દ્વારા ત્યજી દેવામાં આવેલું બિલાડીનું બચ્ચું છે. જોકે ગયા અઠવાડિયે આ પ્રાણી બિલાડી નહીં, પરંતુ શિયાળનું બચ્ચું હોવાનું જાણ્યા બાદ તેઓ આશ્ચર્ય પામ્યાં હતાં. ફેસબુક પર આ પોસ્ટ મૂકતાં રૉકલિન પોલીસ વિભાગે જણાવ્યું કે એ બિલાડી નહીં પણ શિયાળનું બચ્ચું હોવાનું 
જાણ્યા બાદ અમે ઍનિમલ કન્ટ્રોલ વિભાગનો સંપર્ક કર્યો હતો, જેઓ બચ્ચાને ગોલ્ડ કન્ટ્રી વાઇલ્ડલાઇફ રેસ્ક્યુ લઈ ગયા હતા‍. 

offbeat news california