04 August, 2026 05:58 PM IST | California | Gujarati Mid-day Correspondent
કૅન્સર-સર્વાઇવર ડૉગી બન્યો વર્લ્ડ ડૉગ સર્ફિંગ ચૅમ્પિયનશિપ
અમેરિકાના કૅલિફૉર્નિયામાં દર વર્ષે કૂતરાઓ સર્ફિંગ બોર્ડ પર ચડીને સમુદ્રની લહેરો પર સર્ફ કરે છે. આ વાર્ષિક ઇવેન્ટમાં ભાગ લેવા માટે અમેરિકાના ખૂણેખૂણાથી ડૉગીઓ આવે છે. એમાં ત્રણ પ્રકારના ડૉગીઓની કૅટેગરી હોય છે. જાયન્ટ, મીડિયમ અને સ્મૉલ. જે ડૉગી સૌથી લાંબો સમય સર્ફ-બોર્ડ પર ટકી રહે અને સમુદ્રનાં કેટલાં ઊંચાં મોજાં પરથી પસાર થાય છે એ અધારે માર્ક્સ અપાય છે. આ ઇવેન્ટમાં જાયન્ટ કૅટેગરીમાં રસ્ટી નામનો ડૉગ બાજી મારી ગયો હતો. આ ડૉગ અને એની માલિકણ બન્ને કૅન્સરને માત આપી ચૂક્યાં છે. આ ડૉગને મેદાનમાં ઉતારવાનો હેતુ પણ એ સંદેશ આપવાનો હતો કે જેમ માણસો પણ કૅન્સરથી ઊગરી શકે છે એમ શ્વાનો પણ ઊગરી શકે છે.